પંજાબના ગર્વનરે રાજીનામું આપ્યું પણ મોદી સરકારે રીજેક્ટ કર્યું, શું છે મામલો?

PC: indianexpress.com

પંજાબમાં રાજકીય પારો સાતમા આસમાને છે. આ દરમિયાન ગયા મહિને પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતે રાજીનામું આપી દીધું હતું. રાજીનામાં પાછળ તેમણે અંગત કારણ બતાવ્યું હતું, પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નહોતું. હવે ગુરુવારે તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમને પોતાના પદ બન્યા રહેવા અને કાર્ય કરતા રહેવાનું કહેવામાં આવ્યું છે. મેં રાજીનામું મોકલી દીધું છે, પરંતુ તેઓ મને છોડી રહ્યા નથી અને મને કહી રહ્યા છે કે રોકાવ અને કામ કરો.

તેમણે કહ્યું કે, તેઓ રાજીનામું નહીં સ્વીકારે. પોતાના રાજીનામામાં જે કારણ આપ્યું હતું એ પૂરી રીતે પારિવારિક, વ્યક્તિગત સિવાય બીજું કંઇ નહોતું. તેમણે કહ્યું કે, મારી પત્ની નાગપુરથી અહી આવી, પરંતુ 10 દિવસ બાદ પાછી જતી રહી. મારા પરિવારને ત્યાં કમી લાગી રહી છે. હું ભારતીય વિદ્યા ભવનનો ઇન્ટરનેશનલ ઉપાધ્યક્ષ છું અને મેં નાગપુર કેન્દ્રની શરૂઆત વર્ષ 1984માં કરી હતી. ઉલ્લેખનીય છે કે, બનવારીલાલ પુરોહિતે અંગત કારણોનો સંદર્ભ આપતા ગયા મહિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનું રાજીનામું આપ્યું હતું.

બનવારીલાલ પુરોહિતે પોતાના રાજીનામામાં લખ્યું કે, પોતાના વ્યક્તિગત કારણો અને કેટલીક અન્ય પ્રતિબદ્ધતાઓના કારણે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢના પ્રશાસક પદ પરથી પોતાનું રાજીનામું આપી રહ્યો છું. કૃપયા તેને સ્વીકારો અને ઉપકાર કરો. બનવારીલાલ પુરોહિતની ઓગસ્ટ 2021માં પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢ પ્રશાસકના રૂપમાં નિમણૂક કરવામાં આવી હતી. આ અગાઉ તેઓ 2016 થી 2017 સુધી આસામ અને વર્ષ 2017થી વર્ષ 2021 સુધી તામિલનાડુના રાજ્યપાલના રૂપમાં સેવાઓ આપી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp