ચૂંટણી હારી ગયા બાદ ઋષિ સુનકે કહ્યું- આઇ એમ સોરી...મેં મારું...

PC: x.com/RishiSunak

બ્રિટનની ચૂંટણીમાં હાર બાદ ઋષિ સુનકે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે, પહેલા હું દેશને સોરી કહેવા માંગુ છું. આ પદ સંભાળતી વખતે મેં મારું સર્વસ્વ આપી દીધું, પરંતુ તમારા આદેશે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તમે પરિવર્તન ઈચ્છો છો. તમારી પસંદગી હવે મહત્વપૂર્ણ છે. હું આ હારની નૈતિક જવાબદારી લઉં છું, આ પરિણામો પછી હું પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપું છું. ઋષિ સુનકે કહ્યું હતું કે તેમની પાર્ટીના તમામ નેતાઓએ આ ચૂંટણીમાં ઘણી મહેનત કરી હતી, પરંતુ તેમને દુઃખ છે કે તેઓ તેને જીતમાં બદલી ન શક્યા. સુનકે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે તેઓ ચોક્કસપણે નેતા પદ પરથી હટી જશે, પરંતુ જ્યાં સુધી તેમના અનુગામી નહીં આવે ત્યાં સુધી જવાબદારી નિભાવવાનું ચાલુ રાખશે. પક્ષના ભાવિ અંગે તેમણે કહ્યું કે વિપક્ષની ભૂમિકા પૂરી તાકાતથી ભજવવી પડશે, પક્ષને ફરીથી મજબૂત બનાવવો પડશે.

બ્રિટનમાં આ વખતે 400 પાર, ઋષિ સુનક સત્તાથી બહાર

બ્રિટનની ચૂંટણી માટે શુક્રવારે મતગણતરી ચાલુ છે. એક્ઝિટ પોલ મુજબ મુખ્ય વિપક્ષી લેબર પાર્ટીએ પ્રચંડ બહુમત હાંસલ કર્યું છે. 650માંથી 624 સીટો અપર પરિણામોની જાહેરાત થઈ ચૂકી છે. લેબરલ ડેમોક્રેટ્સ અત્યાર સુધી 60 સીટો, સ્કોટિશ નેશનલ પાર્ટીએ 7 સીટો અને રીફોર્મ UKએ 4 સીટો પર જીત હાંસલ કરી છે, જ્યારે ગ્રીન પાર્ટી અત્યાર સુધી 1 સીટ પર જ જીત હાંસલ કરી શકી છે. આ પ્રચંડ જીત બાદ કીર સ્ટાર્મરે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, અમે કરી દેખાડ્યું. તમે તેના માટે પ્રચાર કર્યો હતો, તમે તેના માટે લડાઈ લડી હતી.

તેમણે કહ્યું કે, તમે તેના માટે વોટ કર્યો હતો અને તેના પરિણામ બધા સામે છે. હવે આ બદલાવની શરૂઆત થઈ ગઈ છે. ઈમાનદારીથી કહું તો આ બદલાયેલી લેબર પાર્ટી છે, જે દેશની સેવા માટે તૈયાર છે. ઋષિ સુનકે ઉત્તરી ઇંગ્લેન્ડની પોતાની સંસદીય સીટ જીતી લીધી છે. તેમને રિચમંડ અને નૉર્થાલર્ટનમાં 47.5 ટકા વોટ મળ્યા છે. બ્રિટનની ચૂંટણી પરિણામો દરમિયાન ઋષિ સુનકે જ્યારે હારની જવાબદારી લીધી. એ સમયે પ્રેસ કોન્ફન્સ દરમિયાન અપક્ષ ઉમેદવાર નિકો ઓમિલાનાએ હાથમાં L લખેલું બેનર પકડ્યું હતું, જેને તેમણે પ્રેસને દેખાડ્યું. આ L નિશાન લેબર પાર્ટીનું દર્શાવે છે, જે સત્તામાં બેસવા જઇ રહી છે.

વડાપ્રધાન ઋષિ સુનકે સામાન્ય ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન વચ્ચે પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમણે આ હારની પોતે જવાબદારી લીધી છે. તેમણે કહ્યું કે, હું આ હારની જવાબદારી લઉં છું અને કીર સ્ટાર્મરને જીતની શુભેચ્છા આપું છું. સ્કોટલેન્ડમાં પણ લેબર અપાર્ટીની પ્રચંડ જીતની સંભાવના છે. જાણકારો મુજબ ત્યાં લેબર પાર્ટી 30 કરતા વધુ સીટ જીતી શકે છે. લેબર પાર્ટીના સ્કોટિસ નેતા અનસ અનવરે કહ્યું કે, અમને પૂરો વિશ્વાસ છે કે અમે સ્કોટલેન્ડમાં પણ બહુમત હાંસલ કરીશું. આ બદલાવનો સમય છે. અમારી પહેલી પ્રાથમિકતા 14 વર્ષના કન્ઝર્વેટિવ સરકારના શાસનને ખતમ કરવાની છે જેણે દેશને નુકસાન પહોંચાડ્યું છે. મહત્ત્વપૂર્ણ કામ કાલથી શરૂ થશે. અમારું આગામી પગલું 2026માં સ્કોટિસ સંસદીય ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હશે.

લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરે કહ્યું કે મતદાતાઓએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે કે તેઓ બદલાવ માટે તૈયાર છે. કીર સ્ટાર્મર પોતાની સીટ પર પણ ચૂંટણી જીતી ગયા છે. અપાર્ટીની જીત બાદ તેઓ દેશના આગામી વડાપ્રધાન હશે. આ અગાઉ મતસન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલમાં પણ લેબર પાર્ટીની પ્રચંડ જિતનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. BBC ઇપ્સોસ એક્ઝિટ પોલમાં કીર સ્ટાર્મરના નેતૃત્વવાળી લેબર પાર્ટી 410 સીટો જીતવાનો દાવો કરવામાં આવ્યો, જ્યારે હાલના વડાપ્રધાન ઋષિ સુનકના નેતૃત્વવાળી કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 131 સીટો મળવાનું અનુમાન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp