તેજસ્વીના ધારાસભ્ય નીતિશના સમર્થનમાં મત આપી બોલ્યા-ઠાકુરના કુવામાં..

PC: prokerala.com

બિહારમાં રાજકીય ગરમાવા વચ્ચે નીતિશ સરકારે વિશ્વાસ મત હાંસલ કરી લીધો. બિહાર વિધાનસભામાં સોમવારે નીતિશ કુમારના નેતૃત્વવાળી NDA સરકાર ફ્લોર ટેસ્ટમાં સફળ રહી. RJDના ધારાસભ્ય ચેતન આનંદે ફ્લોર ટેસ્ટ દરમિયાન NDA સાથે જવાને લઈને કહ્યું કે, કેટલાક લોકો સાથે ભેદભાવ થયો. અમારી સાથે ભેદભાવ થયો. જે પણ વસ્તુઓ થઈ બધા સામે છે, મીડિયા સામે છે. કોઇથી કોઈ વાત છૂપી નથી. તમે RJD સાથે છળ કર્યું, આ સવાલના જવાબમાં ચેતન આનંદે કહ્યું કે, બધાને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ એ તો ખબર નહોતી કે અંદર રહેવાનું છે. તેની સાથે જ તેમણે કહ્યું કે, કૂવામાં ખૂબ પાણી છે બધાને પીવાડીશું.

વિશ્વાસ મતના સમર્થનમાં સરકારના પક્ષમાં 129 વોટ પડ્યા. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન RJDના ધારાસભ્ય ચેતન આનંદે પક્ષ બદલતા સત્તા પક્ષ માટે વોટિંગ કર્યું. નીતિશના પક્ષમાં વોટિંગને લઈને તેમણે ખુલાસો કર્યો છે. રવિવારે મોડી રાત્રે ચેતન આનંદ તેજસ્વી યાદવના આવાસ પર જ હતા. તેજસ્વી યાદવના ઘરે ક્રિકેટ રમતા તેમની તસવીર વાયરલ થઈ હતી. ત્યારબાદ રાત્રે જ નાટકીય ઢંગે પરિવારજનોની ફરિયાદ પર પોલીસ તેમને શોધવા આવી હતી. કહેવામાં આવ્યું કે ચેતન આનંદના નાના ભાઈને પોલીસમાં તેમના અપહરણ કરવાને લઈને ફરિયાદ કરી હતી.

ત્યારબાદ ચેતન આનંદની પોલીસે શોધખોળ શરૂ કરી દીધી. પોલીસની ટીમ રાત્રે જ તેજસ્વી યાદવના આવાસ પર પહોંચી હતી અને ચેતનને ત્યાંથી લઈ ગઈ હતી. RJD નેતા ચેતન આનંદે તેજસ્વીના ઘરથી નીકળ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત પણ કરી હતી, ચેતન આનંદે ત્યારબાદ X (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે ઠાકુરના કૂવામાં ખૂબ પાણી છે. બધાને પીવાડવાનું છે. હાલમાં નીતિશના નેતૃત્વવાળી NDA સરકાર વિશ્વાસ મત જીત્યા બાદ પૂરી રીતે સુરક્ષિત છે. જલદી જ મંત્રી મંડળનો વિસ્તાર કરવામાં આવશે. તો ભાજપના નંદકિશોર યાદવ સ્પીકર બનશે.

ચેતન આનંદ પહેલી વખત વિવાદોમાં નથી. આ અગાઉ રાજ્યસભામાં RJD સાંસદ મનોજ ઝાના ઠાકુર કા કૂઆ કવિતા સંભળાવવા પર પણ તેઓ રોષે ભરાઈ ગયા હતા અને રાજપૂત સમાજનું અપમાન બતાવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે. પક્ષ બદલીને NDAમાં જનારા અનંત સિંહના પત્ની નીલમ દેવી પર પણ તેજસ્વી યાદવે પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, તમે મહિલા છો. તમે જે નિર્ણય લીધો અમે તેનું સ્વાગત કરીએ છીએ, હવે તમારા લોકો સરકાર છે તો ઓલ્ડ પેંશન સ્કીમ જરૂર લાગૂ કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp