ધ્રૂવ રાઠી વીડિયો કેસમાં કેજરીવાલને રાહત, હવે નહીં લગાવવા પડે કોર્ટના ચક્કર

PC: twitter.com

દિલ્હી આબકારીનીતિ કૌભાંડ કેસને લઈને તપાસની જડમાં આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. હવે તેમણે કોર્ટમાં હાજર થવું નહીં પડે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યુટ્યુબર ધ્રુવ રાઠીનો યુટ્યુબ વીડિયોને ફરી ટ્વીટ કરવામાં આવ્યો હતો, જેને લઈને તેની વિરુદ્ધ સત્તાવાર માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વ્યક્તિગત હાજર થવાની છૂટ મળી ગઈ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉજ એવેન્યૂ કોર્ટમાં રજૂ થવાની છૂટ માગવામાં આવી હતી, જેના પર કોર્ટે હાજર થવાની છૂટની રાહત આપી દીધી. હવે રાઉજ એવેન્યૂ કોર્ટમાં કેસની આગામી સુનાવણી 29 ફેબ્રુઆરીએ થશે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે બજેટનો સંદર્ભ આપતા કોર્ટમાં હાજર થવાની છૂટ માગી હતી. અરવિંદ કેજરીવાલના વકીલે કહ્યું હતું કે દિલ્હીનું બજેટ સેશન શરૂ થવાનું છે, જેના કારણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વ્યસ્ત છે એટલે તેમને ઉપસ્થિતિ માટે છૂટ આપવામાં આવે.

દિલ્હી હાઇ કોર્ટે 5 ફેબ્રુઆરીએ નીચલી કાર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા સમન્સને રદ્દ કરવાનો ઇનકાર કરી દીધો હતો. દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે માનહાનિકરક સામગ્રીને રીટ્વીટ કરવું માનહાનિ સમાન છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘણા ફોલોઅર્સ છે અને તેઓ વીડિયોને ફરી ટ્વીટ કરવાના પરિણામો સમજે છે. આ અગાઉ મંગળવારે બોમ્બે હાઇ કોર્ટની ગોવા પીઠે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે કથિત કેસમાં મેજિસ્ટ્રેટ દ્વારા AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને જાહેર કરવામાં આવેલા સમન્સને રદ્દ કરી દીધુ હતું.

પાર્ટીની ગોવા એકાઈના પ્રમુખ અમિત પાલેકરે કહ્યું હતું કે, હાઇ કોર્ટે વર્ષ 2017ની ગોવા વિધાનસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ દાખલ એક ફરિયાદ પર તેમને જાહેર કરવામાં આવેલા સમન્સને રદ્દ કરી દીધું હતું. આ કેસ વિકાસ સાંક્રૃત્યાયન ઉર્ફ વિકાસ પાંડે દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જે પોતાને ભાજપના સમર્થક હોવાનો દાવો કરે છે અને સોશિયલ મીડિયા પેજ 'આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી'ના સંસ્થાપક છે.

પોતાના વીડિયોમાં ધ્રુવ રાઠીએ કહ્યું હતું કે વિકાસ પાંડે ભાજપના IT સેલના બીજા નંબરના નેતા છે અને પાંડેએ એક વચેટિયાના માધ્યમથી મહાવીર પ્રસાદ નામના વ્યક્તિને પોતાના આરોપ પરત લેવા માટે 50 લાખ રૂપિયાની રજૂઆત કરી હતી કે સત્તાધારી પાર્ટીની IT સેલ ખોટા અને નકલી સમાચાર ફેલાવે છે. પ્રસાદે રાઠી સાથે એક ઇન્ટરવ્યૂમાં આ આરોપ લગાવ્યા હતા. આ ઇન્ટરવ્યૂ રાઠીએ પોતાની યુટ્યુબ ચેનલ પર 10 માર્ચ 2018ના રોજ BJP IT સેલ ઇનસાઇડર ઇન્ટરવ્યૂ' ટાઇટલ હેઠળ અપલોડ કર્યું હતું.

શું છે આખો મામલો?

7 મેં 2018ના રોજ રાઠીએ BJP IT સેલ પાર્ટ-II ટાઈટલથી વીડિયો અપલોડ કર્યો અને આરોપ લગાવ્યો કે પ્રસાદને પૈસાની રજૂઆત કરવામાં આવી હતી. આ વીડિયોને મુખ્યમંત્રી કેજરીવાલે રીટ્વીટ કર્યો હતો. પાંડેના કેસમાં કેજરીવાલે 7 મે 2018ના રોજ એ વીડિયો રીટ્વીટ કર્યો હતો, જેમાં તેની વિરુદ્ધ ખોટા અને માનહાનિકરક આરોપ હતા. કેજરીવાલના કરોડો લોકો ફોલો કરે છે અને આરોપોની પ્રમાણિકતાની તપાસ કર્યા વિના વીડિયો રીટ્વીટ કરીને દિલ્હીના મુખ્યમંત્રીએ તેને રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ સ્તર પર મોટી સંખ્યામાં દર્શકો માટે ઉપલબ્ધ કરાવ્યો હતો.

કેજરીવાલે શું આપી હતી દલીલ:

કેજરીવાલે કહ્યું હતું કે, પાંડેએ કથિત રૂપે અપમાનજનક પ્રકાશનના મૂળ લેખક (ધ્રુવ રાઠી) અને અન્ય લોકો પર કેસ ન ચલાવ્યો, તેમણે વીડિયોને રીટ્વીટ, લાઇક અને ટિપ્પણી પણ કરી હતી. તેની જગ્યાએ તેમને માત્ર કેજરીવાલ વિરુદ્ધ પગલાં ઉઠાવ્યા જે પાંડેની દુર્ભાવના દર્શાવે છે. તેમના વકીલે દલીલ આપી કે એ દેખાડવા માટે કોઈ પુરાવા નથી કે કેજરીવાલે પાંડેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઇરાદે વીડિયોને રીટ્વીટ કર્યો હતો અને એટલે માનહાનિનો કોઈ કેસ બનતો નથી.

કેજરીવાલની હાલમાં દિલ્હી આબકારીનીતિ કૌભાંડ કેસમાં ED સાથે ટકરાર ચાલી રહી છે. કેજરીવાલને લાગે છે કે ED નોટિસ જાહેર કરી રહી છે અને તેઓ તેને ઇગ્નોર કરી રહ્યા છે. ED અત્યાર સુધી તેમને 5 સમન્સ મોકલી ચૂકી છે, પરંતુ કેજરીવાલ એક પણ વખત તપાસ એજન્સીની ઓફિસ પહોંચ્યા નથી. તેમણે દરેક વખત EDની નોટિસને ગેરકાયદેસર બતાવી છે. ઉલ્લેખનીય છે કે, આબકારીનીતિ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહ અત્યારે જેલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp