પાર્ટી સિમ્બોલ અને શિવસેનાના નામ માટે થઈ 2000 કરોડની ડીલ: સંજય રાઉત
શિવસેનાનું ચૂંટણી ચિહ્ન અને પાર્ટીનું નામ છીનવાઇ ગયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિંદે ગ્રુપ પર ઉદ્ધવ ગ્રુપના પ્રહાર ચાલી રહ્યા છે. આ રાજકીય દંગલમાં હવે સંજય રાઉતે પણ એન્ટ્રી કરી લીધી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન હાંસલ કરવા માટે 2 હજાર કરોડ રૂપિયાની ભારે ભરકમ ડીલ થઈ છે. સંજય રાઉતે ટ્વીટ કરતા કહ્યું કે, મને વિશ્વાસ છે કે ચૂંટણી ચિહ્ન અને પાર્ટીનું નામ (શિવસેના) હાંસલ કરવા માટે 2 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે.
આ શરૂઆતી આંકડો છે, પરંતુ 100 ટકા સાચો છે. દેશના ઇતિહાસમાં એવું ક્યારેય થયું નથી. જલદી જ તેની બાબતે ઘણા ખુલાસા થશે. આ અગાઉ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેની સ્ક્રિપ્ટ પહેલાથી જ તૈયાર હારી. દેશ તાનાશાહી તરફ વધી રહ્યો છે. જ્યારે કહેવામાં આવ્યું હતું કે પરિણામ અમારા પક્ષમાં હશે, પરંતુ હવે એક ચમત્કાર થઈ ગયો. સંજય રાઉતે કહ્યું હતું કે ઉપરથી નીચે સુધી કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવ્યા છે. આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી કેમ કે જનતા આપણાં હાથમાં છે, પરંતુ અમે જનતાના દરબારમાં નવું ચિહ્ન લઈને લઈશું અને પછી શિવસેના ઊભી કરીને દેખાડીશું, આ લોકતંત્રની હત્યા છે.
माझी खात्रीची माहिती आहे....
— Sanjay Raut (@rautsanjay61) February 19, 2023
चिन्ह आणि नाव मिळवण्यासाठी आता पर्यंत 2000 कोटींचा सौदा आणि व्यवहार झाले आहेत...
हा प्राथमिक आकडा आहे आणि 100 टक्के सत्य आहे..
बऱ्याच गोष्टी लवकरच उघड होतील..
देशाच्या इतिहासात असे कधीच घडले नव्हते.. pic.twitter.com/3Siiro6O9b
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે 17 ફેબ્રુઆરીના રોજ શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન શિંદે ગ્રુપને સોંપી દીધું હતું. શિંદે ગ્રુપે ચૂંટણી પંચના નિર્ણયનું દિલ ખૂલીને સ્વાગત કર્યું હતું. તેમણે તેને લોકતંત્રની જીત કહી હતી, પરંતુ શિંદે ગ્રુપ વિરુદ્ધ ઉદ્ધવ ગ્રુપે ચૂંટણી પંચના નિર્ણયને પૂર્વ નિયોજીત બતાવ્યો હતો. તેમની તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમણે પહેલાથી જ અનુમાન હતું કે ચૂંટણી પંચ તરફથી આ પ્રકારનો નિર્ણય આવશે.
ચૂંટણી પંચના નિર્ણય પર અમિત શાહનું પણ નિવેદન આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન શિવસેનાનું નામ અને નિશાનને લઈને કહ્યું હતું કે, ચૂંટણી પંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. UPA કાળમાં દરેક મંત્રી પોતાના વડાપ્રધાન માનતા હતા અને વડાપ્રધાનને પણ વડાપ્રધાન માનતા નહોતા. UPAના કાર્યકાળમાં 12 લાખ કરોડના કૌભાંડ થયા. તેનાથી ભારતની છબી ઇન્ટરનેશનલ સ્તર પર ધૂળમાં મળી ગઈ. અસલી શિવસેના અને ચિહ્ન અમારા મિત્ર ગ્રુપને મળ્યું છે. આ લોકોએ મોદીજીનો મોટો ફોટો લગાવીને વોટ માગ્યા અને ચૂંટણી બાદ મુખ્યમંત્રી બનાવવાની લાલચમાં કોંગ્રેસ-NCPના તળિયા ચાટ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp