RSSનો સંકેત યોગી આદિત્યનાથ જ PM મોદીનો વારસો સંભાળશે
લોકસભા 2024ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ફટકો પડ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમે અસંતુષ્ટોએ પસ્તાળ પાડી હતી. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યેએ યોગી આદિત્યનાથ સામે મોર્ચો માંડ્યો હતો, પરંતુ એ પછી બધું ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હતું. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણમાં યોગી આદિત્યનાથને દેશના સૌથી પોપ્યુલર મુખ્યમંત્રી તરીકે ગણવામાં આવ્યા હતા અને આવું સતત ત્રીજી વખત બન્યું છે. તાજેતરમાં RSS નેતાઓ અને ભાજપના નેતાઓની એક બેઠક યોગીના ઘરે મળી હતી. RSSના નેતાઓ કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને નદર અંદાજ કરવામાં આવ્યા તેઓ રાષ્ટ્રીય લેવલે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેવા નેતા છે. ઘણા સમયથી એવી ચર્ચા ચાલી છે કે PM મોદીના જો કોઇ વારસો સંભાળી શકે તેમ હોય તો તે યોગી આદિત્યનાથ છે. RSSના ઇશારો આ તરફ જ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp