નેતાએ કહ્યું- જમણા હાથમાં કુરાન પકડો અને ડાબા હાથમાં એટમ બોમ્બ

PC: en.dailypakistan.com.pk

આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે એક એક પૈસા ભેગા કરવાનો પડકાર બની ચૂક્યો છે. IMF પાકિસ્તાનને બેલઆઉટ પેકેજ આપવા માટે ત્યાં બેઠક કરવા માટે પહોંચ્યું છે. આ દરમિયાન ઇકોનોમી બચાવવા માટે પાકિસ્તાન હવે નવા કુતર્ક પર ઉતરી આવ્યું છે. તહરિક એ લબ્બૈકમાં બીજા નંબરના નેતા કહેવાતા સાદ હુસેન રિઝવીએ પાકિસ્તાની વડાપ્રધાનને સલાહ આપતા કહ્યું છે કે આર્થિક મદદ માગવા માટે જમણા હાથમાં કુરાન અને જમણા હાથમાં એટમ બોમ્બની સૂટકેસ લઇને જાય.

સાદ હુસેન રિઝવીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમાં સાદ હુસેન કહે છે કે પાકિસ્તાનની ઇકોનોમી જોખમમાં છે. તમે કહો છો કે પાકિસ્તાનમાં રોડ પર નીકળવાથી કશું જ થતું નથી. હું કહું છું કે બહાર નીકળો. કુરાન જમણા હાથમાં ઉઠાવો અને ડાબા હાથમાં એટમ બોમ્બની સૂટકેસ લઇને કાબીના ભરીને સ્વીડન લઇ જાઓ. તેમને કહો અમે કુરાન માટે આવ્યાઆ છીએ. આખી દુનિયાની નેમતે તમારા પગે ન આવી જાય તો અમારું નામ બદલી દેજો.

સાદ હુસેન રિઝવી દ્વારા એમ કહેતા જ ત્યાં ઉપસ્થિત લોકો જોરદાર ધાર્મિક નારા લગાવે છે. આ અગાઉ સાદ હુસેન રિઝવી પાકિસ્તાની વડાપ્રધાન શાહબાજ શરીફ અને ત્યાંની સરકારને જોરદાર સંભળાવે છે. તેઓ કહે છે કે આખી દુનિયામાં પાકિસ્તાનના મંત્રી નેતા જહાજોમાં બેસીને જઇ રહ્યા છે. આર્મી ચીફ સુધીને અગાળ કરી રાખ્યા છે. જઇ જઇને લોકો પાસે ભીખ માગી રહ્યા હોય. કોઇ તમને આપે છે, કોઇ આપતું નથી. બદલામાં પોતાની તમામ શરતો મનાવે છે. હું કહું છું કે આખરે કે જઇ રહ્યા છો લોકોને ત્યાં.

પાકિસ્તાન સતત આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યું છે. ગત દિવસોમાં આવેલા રિપોર્ટ મુજબ તેની પાસે માત્ર 18 દિવસ સુધી આયાત માટે બજેટ હતું. તો IMF પાસે પણ વિનંતી કરી રહ્યું છે. હાલમાં IMFની તે પાકિસ્તાનમાં જ ઉપસ્થિત છે. ગત દિવસોમાં પાકિસ્તાનમાં લોટ અને ખાવાની અન્ય જરૂરી વસ્તુઓ માટે પણ હાહાકાર મચેલો હતો. તેનો પણ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp