ભાજપના સૌથી અમીર ઉમેદવાર, 10 વર્ષમાં સંપત્તિમાં 100 કરોડનો વધારો, 63 ખેતર...

PC: facebook.com/sanjaypathak.in/photo

મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને નામાંકનની પ્રક્રીયા પુરી થઇ ગઇ છે. આ ચૂંટણીમાં આમ તો અનેક મોટા ચહેરાં મેદાનમાં છે, પરંતુ હાલના ધારાસભ્યોમાં સૌથી અમીર છે ભાજપના સંજય પાઠક. સંજય પાઠકે ભાજપની ટિકીટ પર વિજરાઘવગઢ બેઠક પરથી ફોર્મ ભર્યું છે. પાઠકે ચૂટણી એફિડેવીટમાં પોતાની વર્ષ 2023ની સંપત્તિ 242 કરોડ રૂપિયા બતાવી છે, જે 2018ની વિધાનસભા ચૂંટણી વખતે 226.17 કરોડ રૂપિયા હતા.

https://khabarchhe.com/uploads/mc_path/1699176358sanjay-pathak.jpg

સંજય પાઠકે પોતાની કુલ સંપતિત 242.09 કરોડ બતાવી છે. વર્ષ 2013માં પાઠક પાસે 141 કરોડની સંપત્તિ હતી. મતલબ કે માત્ર 10 વર્ષમાં જ ભાજપના આ ધારાસભ્યની સંપત્તિમાં 100 કરોડનો વધારો થયો છે.

એફિડેવિટમાં ભાજપના ધારાસભ્યએ જણાવ્યું છે કે હાલમાં તેમની પાસે 20.23 લાખ રૂપિયા રોકડા છે. તેમની પત્ની નિધિ પાસે 36.76 લાખ રૂપિયા રોકડા છે. સંજય પાઠકના કટની અને દિલ્હીમાં કુલ 18 બેંક ખાતા છે જેમાં કુલ 5.68 કરોડ રૂપિયા જમા છે. નિધિ પાઠકના 11 બેંક ખાતામાં 10.27 કરોડની રકમ જમા છે.

સંજય પાઠક પાસે 38.81 કરોડ રૂપિયાની કંપનીઓના શેર અને ફંડ છે. એ જ રીતે નિધિ પાઠક પાસે કંપનીઓ અને ફંડ્સમાં રૂ. 7.11 કરોડના શેર છે. આ સિવાય પાઠકે રૂ. 5.3 કરોડનું વીમા પ્રિમિયમ જમા કરાવ્યું છે જ્યારે તેમની પત્નીએ રૂ. 12.87 કરોડ જમા કરાવ્યા છે. ભાજપના ધારાસભ્યને 18.7 કરોડ રૂપિયા અને તેની પત્નીને 9.08 કરોડ રૂપિયા વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવેલી લોન અને એડવાન્સમાંથી મળ્યા છે. સંજય પાઠક પાસે 4.11 કરોડની જ્વેલરી છે. જ્યારે પત્ની નિધિ પાસે 5.26 કરોડ રૂપિયાની જ્વેલરી છે.

ભાજપના ધારાસભ્યએ 2023ની એફિડેવિટમાં કહ્યું છે કે તેમની પાસે કુલ 15 વાહન છે, જેની કુલ કિંમત 1.34 કરોડ રૂપિયા છે. તેમની પાસે 11 કાર અને 4 જીપ છે. પાઠક પાસેના કારના કાફલામાં અવંતિ, મર્સિડીઝ, અસ્ટિ, ઇનોવા જેવી કારો છે. તેમની પાસે 119 કરોડની ચલ સંપત્તિ છે.

ભાજપના ધારાસભ્યએ પોતાના ચૂંટણી એફિડેવિટમાં 63 જગ્યાએ ખેતીની જમીન હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાંથી 33 તેમના નામે છે. જ્યારે 30 તેમની પત્ની નિધિના નામે છે. પાઠક પાસે 24 બિનખેતી પ્લોટ પણ છે. જેમાંથી ચાર તેમના નામે અને 20 તેમની પત્નીના નામે છે.

સંજય પાઠક કુલ 15 કોમર્શિયલ બિલ્ડીંગ ધરાવે છે. જેમાંથી સંજયના નામે 12 કોમર્શિયલ બિલ્ડીંગ છે જ્યારે ત્રણ તેની પત્ની નિધિના નામે છે. આ સાથે સંજય પાસે કુલ 13 રહેણાંક મકાનો છે. જેમાંથી વિજરાઘવગઢમાં સંજયના નામે બે અને જબલપુર, ભોપાલ અને દિલ્હીમાં એક-એક ઘર છે. નિધિ પાસે કટની, જબલપુર અને દેહરાદૂનમાં બે-બે અને દિલ્હીમાં એક ઘર છે. આ રીતે સંજય પાઠક પાસે કુલ 122 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે.

સંજય પાઠકે પોતાની અને પત્નીની આવકનો સ્ત્રોત બિઝનેસ બતાવ્યો છે.પાઠકે ગ્રામોદય યુનિવર્સિટી, ચિત્રકૂટમાંથી MA (રાજકીય શાસ્ત્ર)ની ડિગ્રી મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp