ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જેમ મહારાષ્ટ્રના પ્રોજેક્ટ લૂંટાઈને ગુજરાત જઈ રહ્યા છેઃરાઉત

PC: twitter.com

મહારાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે ગરમાવો આવી ગયો છે. પહેલા સંજય રાઉતે સીટ શેરિંગને લઈને આપેલું સ્ટેટમેન્ટ વિવાદમાં આવી ગયું, ત્યાં હવે તેમણે ગુજરાત વિશે એવું નિવેદન આપ્યું છે, જેને લઈને બબાલ ઉભી થઈ છે. આ વખતે ઉદ્ધવ ઠાકરે જુથની શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાજપ પર મહારાષ્ટ્રને લૂંટવાનો આરોપ લગાવ્યો છે. સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે ભાજપ મહારાષ્ટ્રના મોટા-મોટા પ્રોજેક્ટને ગુજરાત મોકલી રહી છે.

સંજય રાઉતે કહ્યું હતું કે, સમગ્ર દેશ એક છે, વિકાસ આખા દેશનો થવો જોઈએ.પ્રધાનમંત્રી અને હોમ મિનિસ્ટર આખા દેશના હોય છે, પરંતુ જે રીતે મહારાષ્ટ્ર અને અન્ય ઘણા રાજ્યોના મોટા-મોટા પ્રોજેક્ટ એક જ રાજ્ય એટલે કે ગુજરાતમાં લઈ જઈ રહ્યા છે, તેને વિકાસ નહીં પણ તેની લૂંટ કહેવાય છે. તેમણે કહ્યું કે, અમારો કોકણનો પ્રોજેક્ટ ચાલ્યો ગયો. ડાયમંડ માર્કેટ પણ ગુજરાત ચાલ્યો ગયો. વેદાંત ફોક્સકોન પણ ગુજરાત ચાલ્યો ગયો અને અમારી સરકારના એક મુખ્યમંત્રી અને બે ઉપ મુખ્યમંત્રી આંખો ખોલીને જોઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે, આ દેશનો વિકાસ થવો જોઈએ, પરંતુ બધાએ પોતાના રાજ્યોને વિકસિત બનાવ્યા, પરંતુ તમારો ટાર્ગેટ મહારાષ્ટ્ર, મુંબઈને નબળી કરવાનો  અને અહિયાની સંપત્તિને ગુજરાત લઈ જવાનો છે, જેવું ઈસ્ટ ઈન્ડિયા કંપની કરતી હતી.

સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધન સાથે સીટ શેરિંગ પર વાત થઈ રહી છે, જ્યારે પ્રસ્તાવ સામે આવી જશે, ત્યારે નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી અને NCPએ પણ પ્રકાશ આંબેડકરને મહાવિકાસ અઘાડીમાં આમંત્રણ આપ્યું છે અને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, તમે NCP અને કોંગ્રેસના દિલ્હી ટોચના નેતૃત્વને વાત કરો. કાલે જ મારી મલ્લિકાર્જુન ખડગે સાથે વાત થઈ. ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું છે, તમે ખડગેજી સાથે વાત કરો કે મીટિંગ ક્યારે કરવી છે, અમે દિલ્હી આવી જઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp