ભાજપ હવે જાહેરાત કરશે કે ભગવાન રામ ચૂંટણીમાં તેમના ઉમેદવાર હશેઃ સંજય રાઉત
આજકાલ દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જ ચર્ચા ચાલી રહી છે. હજારો લોકોને આના માટે આમંત્રણ મોકલી દેવાયું છે. પણ અમુક લોકો નારાજ પણ છે, જેમને આમંત્રણ મોકલાયું નથી, જેમાં ઉદ્ધવ ઠાકરે જુથની શિવસેનાનો પણ સમાવેશ થાય છે, જેમાં પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને ઈન્વિટેશન મોકલવામાં આવ્યું નથી જેને લઈને રાજ્યસભા સાંસદ અને શિવસેનાના મોટા નેતા સંજય રાઉતે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, હવે ફક્ત એક વસ્તુ બચી છે કે ભાજપ એલાન કરશે કે ભગવાન રામ ચૂંટણીમાં તેમના ઉમેદવાર હશે. ભગવાન રામના નામે બહુ રાજનીતિ થઈ રહી છે.
સંજય રાઉતે કહ્યું હતું કે, ભાજપે આખા કાર્યક્રમને એક પ્રાઇવેટ ઈવેન્ટ બનાવી દીધી છે. આનાથી આ સાબિત થાય છે કે આ રાષ્ટ્રીય કાર્યક્રમ નથી, પરંતુ ભાજપનો પ્રાઇવેટ કાર્યક્રમ છે. તેમણે ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા વિપક્ષના નેતાઓને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન મળતા કહ્યું હતું કે, તેમના નેતાઓને કોઈના આમંત્રણની જરૂર નથી. શિવસેનાનો ઉત્તર પ્રદેશના આ શહેરથી જૂનો સંબંધ છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમ નથી, પરંતુ ભાજપનો પ્રાઇવેટ કાર્યક્રમ છે. સંજય રાઉતે દાવો કર્યો કે, ભાજપે 1992મા બાબરી મસ્જિદ પાડવાને લઈને શિવસેનાને જવાબદાર ગણાવી હતી. એ સમયે શિવસેના સંસ્થાપક બાલ ઠાકરેએ આની જવાબદારી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp