સત્યેન્દ્ર જૈનની તબિયત બગડી, ઑક્સિજન સપોર્ટ પર AAP નેતા
દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ગુરુવારે તિહાડ જેલના બાથરૂમમાં ચક્કર આવ્યા બાદ પડી ગયા હતા. તેમને DDU હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં તેની તબિયત બગડી છે અને તેમને અત્યારે ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને દિલ્હીની LNJP હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સત્યેન્દ્ર જૈનને બીજી વખત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ અગાઉ પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા અને તેમને કરોડરજ્જુના હાડકાંમાં ગંભીર ઇજા થઈ હતી. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
તિહાડ જેલ પ્રશાસન મુજબ, ગુરુવારે સવારે 6:00 વાગ્યાની આસપાસની આ ઘટના છે. સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા. ડૉક્ટરોએ સત્યેન્દ્ર જૈનની તપાસ કરી છે અને કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય સામાન્ય છે. હાલમાં તેમને DDU મોકલવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈને પીઠ, પગ અને ખભા પર દુઃખાવાની ફરિયાદ કરી હતી. તિહાડ પ્રશાસન મુજબ, તેમની સર્જરી થવાની છે, તેના બધા પરીક્ષણ કરી લેવામાં આવશે. સ્પાઇનમાં તેમને પરેશાની થઈ રહી છે. આ અગાઉ પણ સોમવારે તેમને હૉસ્પિટલમાં સ્પાઇન પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા હતા.
जो इंसान जनता को अच्छा इलाज और अच्छी सेहत देने के लिए दिन-रात काम कर रहा था, आज उस भले इंसान को एक तानाशाह मारने पर तुला है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 25, 2023
उस तानाशाह की एक ही सोच है - सबको ख़त्म कर देने की, वो सिर्फ़ “मैं” में ही जीता है। वो सिर्फ़ खुद को ही देखना चाहता है।
भगवान सब देख रहे हैं, वो सबके… https://t.co/I4UYn9xP9r
જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત 3 દિવસ અગાઉ બગડ્યા બાદ તેમને સફદરજંગ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તે ખૂબ પાતળા નજરે પડ્યા હતા. સત્યેન્દ્ર જૈનનું વજન લગભગ 35 કિલો ઓછું થયું છે. તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જઈને થોડા સમય અગાઉ ફરિયાદ કરી હતી કે તેઓ ઉદાસ અને એકલા અનુભવી રહ્યા છે. ત્યારબાદ તિહાડ જેલ પ્રશાસને કહ્યું હતું કે, તેઓ મનોવૈજ્ઞાનિકની મદદ લેશે.
સત્યેન્દ્ર જૈનની તબિયત બગડ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરી છે. આ દરમિયાન તેમણે લખ્યું કે, જે વ્યક્તિ જનતાની સારી સારવાર આપવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા હતા, આજે એ ભલા વ્યક્તિને એક તાનાશાહ મારવા પર લાગ્યા છે એ તાનાશાહનો એક જ વિચાર છે. બધાને સમાપ્ત કરી દેવાની, તેઓ માત્ર હું હું માં જ જીવે છે. તેઓ માત્ર પોતાને જ જોવા માગે છે. ભગવાન બધુ જોઈ રહ્યા છે. તેઓ બધા સાથે ન્યાય કરશે. ભગવાનને સત્યેન્દ્ર જૈનના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. ભગવાન તેમને આ વિપરીત પરિસ્થિતિ સામે લડવાની શક્તિ આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp