કમલનાથ તો કોંગ્રેસમાં જ રહ્યા અને ઘરમાં જ ખેલ થઇ ગયો કે પછી કરી દીધો...

PC: news24online.com

છિંદવાડા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનું ગઢ માનવામાં આવે છે. અને ત્યાં ભારતીય જનતા પાર્ટી (BJP) તેમને ઝટકા પર ઝટકા આપી રહી છે. મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 કોર્પોરેટરોએ ભાજપના દિગ્ગજ નેતા અને નગરીય પ્રશાસન મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ તેમણે પાર્ટીનો ગમછો પહેરાવીને ભાજપની સભ્યતા અપાવી હતી. તો બધા 8 કોર્પોરેટર મુખ્યમંત્રી મોહન યાદવને પણ મળ્યા.

કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા કોર્પોરેટરોમાં લીના તિરગામ, સંતોષી બાડીવા, જગદીશ ગોદરે, ધનરાજ ભાવરકર, ચંદુ ઠાકરે, રોશની સલ્લમ સામેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન છિંદવાડામાં 48 વોર્ડ છે, જેમાંથી પાલિકામાં 28 કોંગ્રેસના કોર્પોરેટર અને 20 ભાજપના હતા. હવે ભાજપના કોર્પોરેટરોની સંખ્યા 27 થઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે માત્ર 21 બચ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના મેયર અને અધ્યક્ષ છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી મોહન યાદવે ગત દિવસોમાં છિંદવાડાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે તેમની સામે કોંગ્રેસના નેતા સહિત 1,500 કાર્યકર્તાઓએ ભાજપની સભ્યતા લીધી હતી. એ સમયે મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે, આ દિવસોમાં છિંદવાડામાં ઘણા લોકોનું મન ડામાડોળ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે નહીં તો કાલે અમારી પાસે આવી જશે. એ વાત સાચી સાબિત થઈ રહી છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન છિંદવાડાના 7 કોર્પોરેટરોએ ભોપાલ જઈને ભાજપની સભ્યતા લીધી.

નોંધનીય છે કે કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ ભાજપમાં સામેલ થશે તેવી ખૂબ અટકળો લાંબા સમય સુધી ચાલતી રહી હતી, પરંતુ તેઓ ભાજપમાં સામેલ ન થયા. જો કે, છિંદવાડાથી તેમના સમર્થક કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. એવામાં છિંદવાડા લોકસભા સીટ જીતવાનો દમ ભરનારા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથની જીતનો માર્ગ સરળ દેખાઈ રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp