અજીત પવાર માટે તમારા દરવાજા ખૂલ્લાં રહેશે? કાકા શરદે આપ્યો જવાબ

PC: thehindu.com

અજીત પવારના તેમની સાથે પરત આવવાના એક સવાલ પૂછવામાં આવતા શરદ પવારને પોતાના દિલનો દર્દ સામે રાખ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં શરદ પવારે કહ્યું કે, અજીત પવારને સત્તાની ભૂખ હતી અને એટલે તેઓ પાવર સાથે ગયા. હવે જ્યાં સુધી તેમની પાસે પાવર છે, તેઓ કંઇક બીજું વિચારશે, તેમની બાબતે તેમને ભરોસો નથી. શરદ પવારે કહ્યું કે, અજીત પવાર અને તેમના સાથી અમારી પાર્ટીની ટિકિટ પર ચૂંટાઇને આવ્યા હતા. અમારા નામ લઇને જનતા વચ્ચે ગયા હતા. જનતાનું બહુમત ભાજપ વિરુદ્ધ હતું છતા એ લોકો સરકારમાં ગયા. તેઓ કેમ છોડશે, તેઓ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, અજીત પવારે તાજેતરમાં જ 2 વખત નિવેદન આપ્યું કે સુપ્રિયા સુલે વિરુદ્ધ સુનેત્રા પવારને ઊભા કરવા એક ભૂલ હતી. ત્યારબાદ કહ્યું કે, ફેમિલી વિરુદ્ધ ન જાવ, મારાથી ભૂલ થઇ ગઇ. જો અજીત પવાર તમારી NCPમાં પરત આવશે તો શું તેમના માટે તમારા દરવાજા ખૂલ્લાં રહેશે? આ સવાલ પર શરદ પવારનો દર્દ છલકાયો અને તેમણે કહ્યું કે, ચૂંટણી લડવી દરેકનો અધિકાર છે. તેઓ કેમ પોતાની લાઇન છોડીને આવશે?

શરદ પવારને પૂછવામાં આવ્યું કે, તમે રાજકીય કરિયરમાં ઉતાર-ચઢાવ અને સેટબેક પણ જોયા છે. અજીત પવાર તમને છોડીને જવાથી શું તમને ધક્કો લાગ્યો અને તમે હર્ટ થયા? તેના પર શરદ પવારે કહ્યું કે, તેમની બાબતે કોઇ ફરિયાદ નથી. જ્યાં સુધી તેમના હાથમાં સત્તા છે તેઓ છોડીને પાછા આવશે, તેની બાબતે અમારો કોઇ પણ વિશ્વાસ નથી. તેમણે પાવર જોઇતો હતો એટલે પાવર માટે ગયા. દેશનો પાવર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં છે.

શરદ પવારે સ્પષ્ટ છે કે તેમની પાસ સાડા 4 વર્ષ સત્તા છે, ત્યાં સુધી એ લોકો કઇક બીજું વિચારશે, તેની બાબતે મને જરાંય વિશ્વાસ નથી. શરદ પવારે કહ્યું કે, એવા લોકોને તમે પ્રોત્સાહિત કર્યા, જે 10-15 વર્ષ તમારી સાથે કામ કરે છે આ એ લોકો તમને છોડીને જાય છે અને એવા લોકો સાથ જીવે છે, જેમની વિરુદ્ધ તમે સંઘર્ષ કરી રહ્યા છો તો સારું લાગતું નથી. પરંતુ રાજનીતિમાં આ બધુ તો ફેસ કરવું જ પડે છે. રસ્તો કાઢવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp