શરદ પવાર જુથને મળ્યુ નવુ ચૂંટણી ચિહ્ન! ખુશ થઈ ગયા, જાણો કેવી રીતે મળે છે સિમ્બોલ

PC: indianexpress.com

શરદ પવાર વાળા NCP ગ્રુપને લોકસભાની ચૂંટણી અગાઉ નવું ચૂંટણી ચિહ્ન મળી ગયું છે. ચૂંટણી પંચે 22 ફેબ્રુઆરીએ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) શરદચંદ્ર પવારને ચૂંટણી ચિહ્ન તરીકે તુતારી અલોટ કર્યું છે. મરાઠીમાં તુરહા(ટ્રેમ્પેટ વગાડનાર વ્યક્તિને તુતારી કહેવામાં આવે છે. આ ચિહ્નમાં એક વ્યક્તિ તુરહા વગાડતો નજરે પડી રહ્યો છે. પાર્ટીનું કહેવું છે કે ચિહ્ન મળવું તેમના માટે ગર્વની વાત છે. નવું ચૂંટણી ચિહ્ન મળવા પર પાર્ટીએ એક પોસ્ટમાં લખ્યું કે, મહારાષ્ટ્રના ઇતિહાસમાં દિલ્હીની ગાદીના કાન ઊભા કરનાર છત્રપતિ શિવાજી મહારાજનું સૌર્ય આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી -શરદ ચંદ્ર પવાર' માટે ગૌરવાનો વિષય છે.

ટ્વીટમાં પાર્ટીએ આગળ કહ્યું કે, મહારાષ્ટ્રના આદર્શ, ફુલે, શાહૂ, આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજના પ્રગતિશીલ વિચારો સાથે તુતારી શરદ ચંદ્ર પવાર સાહેબ સાથે દિલ્હીના સિંહાસનને હલાવવા માટે ફરી એક વખત બ્યૂગલ વગાડવા તૈયાર છે.' આ અગાઉ શરદ પવાર ગ્રુપને ચૂંટણી ચિહ્નના રૂપમાં વડ વૃક્ષ મળ્યું હતું, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ આપત્તિ દર્શાવી હતી. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે વડવૃક્ષ તેના સંગઠનનું રજિસ્ટર્ડ ચિહ્ન છે.

ચૂંટણી પંચને ચૂંટણી ચિહ્ન આપવાનો અધિકાર:

ચૂંટણી ચિહ્ન (અનામત અને ફાળવણી) આદેશ 1968 ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને રાજનીતિક પાર્ટીઓને માન્યતા આપવા અને ચૂંટણી ચિહ્ન આપવાનો અધિકાર હોય છે. દરેક રાષ્ટ્રીય પાર્ટીને આખા દેશ અને રાજ્ય સ્તરની પાર્ટીને આખા રાજ્યમાં ઉપયોગ માટે એક પ્રતિક ચિહ્ન આપવામાં આવે છે, જે એ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન બને છે. ચૂંટણી ચિહ્ન બે પ્રકારના હોય છે. અનામત એટલે કે રિઝર્વ ચૂંટણી ચિહ્ન અને ફ્રી એટલે કે મુક્ત ચૂંટણી ચિહ્ન. અનામત ચૂંટણી ચિહ્ન એ પ્રતિક હોય છે જે કોઈ રાષ્ટ્રીય રાજનીતિક પાર્ટી કે રાજ્ય સ્તરની પાર્ટી માટે અનામત હોય છે. દેશભરમાં ચૂંટણી ચિહ્નો પર સંબંધિત પાર્ટીનો અધિકાર હોય છે.

અનામત પ્રતિકથી અલગ ચૂંટણી પંચે ફ્રી ચિહ્નોની લિસ્ટ બનાવી રાખી છે. એ કોઈ પણ પાર્ટીને અલોટ કરેલા હોતા નથી. કોઈ પણ પાર્ટી કે પછી અપક્ષ ઉમેદવારને ચૂંટણી ચિહ્ન આપી શકાય છે. ચૂંટણી પંચની ફ્રી સિંબલવાળી લિસ્ટમાં 2021 સુધી 197 મુક્ત (ફ્રી) ચૂંટણી ચિહ્ન છે. જો કે, ઘણી પાર્ટી જો પોતાનું ચૂંટણી ચિહ્ન ચૂંટણી પંચ આપે છે અને જો તે કોઈ બીજી પાર્ટીની ચૂંટણી ચિહ્ન નથી ઓ એ સિંબલને એ પાર્ટીને અલોટ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp