શરદ પવારનો નવો દાવ અજિત પવાર સામે ભત્રીજાને મેદાનમાં ઉતારી દીધો

PC: thehindu.com

મહારાષ્ટ્રમાં શરદ પવાર અને અજિત પવાર વચ્ચેનું રાજકારણ હજુ પુરુ થયું નથી. રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવારે અજિત પવારના ભત્રીજાને ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધા છે.અજિત પવારના ભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર યુગેન્દ્ર પવારે આજે સવારે બારામતીમાં NCP શરદ ચંદ્ર પવારની શહેર કાર્યાલયની મુલાકાત લીધી હતી. યુગેન્દ્રએ પણ શરદ પવાર જૂથને મજબૂત કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાર્યકર્તાઓને શહેરના કાર્યાલયમાં એકઠા થવાની અપીલ કરી હતી. આને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાટો આવી ગયો છે.

મહારાષ્ટ્રના રાજકીય રંગભૂમિમાં વધુ એક ચહેરાની એન્ટ્રી થઇ છે. આ વખતે અજિત પવારના ભત્રીજા યુગેન્દ્ર પવાર સમાચારમાં છે. વાસ્તવમાં આખી લડાઈ બારામતી સીટને લઈને છે.

શરદ પવારના ભત્રીજા અજિત પવારે NCP સાથે છેડા ફાડીને ભાજપ-શિંદે સરકાર સાથે હાથ મિલાવી દીધા હતા અને NCP અને ચૂંટણી ચિહ્ન પર દાવો ઠોકી દીધો હતો. ચૂંટણી પંચે અજિત પવારની NCP હોવાનું અને ચૂંટણી ચિહ્નનો પણ ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો.

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આગામી લોકસભા ચૂંટણી પહેલા અજિત પવાર તેમની પત્ની સુનેત્રા પવારને બારમતી બેઠકથી ઉમેદવાર બનાવવા જઈ રહ્યા છે. બારામતીમાં ઘણી જગ્યાએ સુનેત્રા પવારની તસવીરો લગાવવામાં આવી છે. કાકા શરદ પવારે ભત્રીજા અજિત પવારનની આ ચાલને નિષ્ફળ બનાવવા વ્યૂહરચના બનાવવાનું શરૂ કરી દીધું છે.

શરદ પવારે અજીત પવારના ભત્રીજા યુગેન્દ્ર પવારને મેદાનમાં ઉતારી દીધા. યુગેન્દ્ર હવે શરદ પવાર ગ્રુપમાં સામેલ થઇ જશે. યુગેન્દ્રએ કહ્યું કે વર્તમાન રાજકારણ સારું નથી, આ બધું જોઈને દુઃખ થાય છે. મને આ રાજકારણ બિલકુલ પસંદ નથી. આખરે આ મારો પરિવાર છે, રાજકારણ અલગ બાબત છે. આ બધું ન થવું જોઈતું હતું. દાદા શરદ પવાર જે પણ ઉમેદવાર સૂચવે તેના માટે હું બારામતીમાં પ્રચાર કરીશ.

તેણે આગળ કહ્યું, હું આ બધાથી પરેશાન છું. મને નથી લાગતું કે સુનેત્રા કાકી તાઈ સામે લડશે. યુગેન્દ્ર પવારે કહ્યું કે હું કોઈનો વિરોધ કરવા નથી આવ્યો પણ શરદ પવારને સમર્થન આપવા આવ્યો છું.મરાઠીમાં તાઇને મોટી બહેન કહેવમાં આવે છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે પણ બારામતીથી સાંસદ છે.

થોડા દિવસો પહેલા શરદ પવારના જૂથને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર દ્વારા આંચકો લાગ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો હતો કે અજિત પવાર જૂથ વાસ્તવિક NCP છે. અજિત પવાર પાસે પાર્ટીના 41 ધારાસભ્યો છે. તે જ સમયે, શરદ પવારે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp