ECએ NCP અજીત પવારને આપી દેતા શરદ પવારના દીકરીએ જણાવ્યું હવે શું કરશે તેઓ

PC: twitter.com

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) પર કોનો હક્ક હશે? મહારાષ્ટ્રના રાજકારણમાં ગુંજી રહેલા આ સૌથી મોટા સવાલ પર ચૂંટણી પંચનો નિર્ણય આવી ગયો છે. ચૂંટણી પંચે મંગળવારે NCPના અજીત પવાર ગ્રુપના પક્ષમાં નિર્ણય સંભળાવીને પાર્ટી અધ્યક્ષ શરદ પવારને મોટો ઝટકો આપ્યો. લોકસભાની ચૂંટણી અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવાર અને શરદ પવાર વચ્ચે પાર્ટીને લઈને ચાલી રહેલી ખેચતાણ પર હાલમાં બ્રેક લાગી ગયો છે. ચૂંટણી પંચે આ કેસ પર 6 મહિના કરતા વધુ સમય લીધો અને 10 કરતા વધુ સુનાવણી કરી.

શું હશે શરદ પવારનું આગામી પગલું?

અજીત પવારને NCPનું નામ અને ચૂંટણી ચિહ્ન મળવા પર શરદ પવારની દીકરી અને સાંસદ સુપ્રિયા સુલેએ પોતાના આગામી પગલાનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, અમે ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઈશું. અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચન છે અને અમારા અમિતાભ બચ્ચન શરદ પવાર છે. મને લાગે છે કે જે શિવસેના સાથે થયું, એ જ અમારી સાથે થઈ રહ્યું છે એટલે એ કોઈ નવો આદેશ નથી. બસ નામ છે, બદલી દેવામાં આવ્યું છે, પરંતુ સામગ્રી એ જ છે. ચૂંટણી પંચનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે, NCP જ શરદ પવાર છે.

ચૂંટાઈ પંચના નિર્ણયની મોટી વાતો:

ચૂંટણી પંચના આ નિર્ણય બાદ NCP અને તેમની ઘડિયાળના ચૂંટણી ચિહ્ન પર અજીત પવારનો હક્ક હશે. શરદ પવાર ગ્રુપે પોતાના માટે નવી પાર્ટી અને ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવો પડશે. ચૂંટણી પંચ તરફથી શરદ પવાર ગ્રુપને નવી રાજકીય પાર્ટીનું નામ પસંદ કરવા માટે 3 વિકલ્પ આપવા કહ્યું છે. ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલી આ છૂટનો ઉપયોગ 7 ફેબ્રુઆરી 2024ના બપોરે 3:00 વાગ્યા સુધી કરી શકાય છે. શરદ પવાર ગ્રુપને અગાઉ ચૂંટણી પંચમાં નવી પાર્ટીના નામને લઈને 3 વિકલ્પ આપવા પડશે.

આ નિર્ણયમાં અરજીની દેખરેખના નિર્ધારિત પરીક્ષણોનું પાલન કરવામાં આવ્યું, જેમાં પાર્ટી સંવિધાનના લક્ષ્યો અને ઉદ્દેશ્યોનું પરીક્ષણ,પાર્ટી સંવિધાનનું પરીક્ષણ અને સંગઠનાત્મક અને વિધાયી બંને બહુમતના પરીક્ષણ સામેલ હતા. રિપોર્ટ મુજબ, ચૂંટણી પંચના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે અજીત પવાર ગ્રુપને સંગઠનાત્મક બહુમત મળ્યું છે. તો શરદ પવાર ગ્રુપ બહુમત સાબિત કરવામાં નિષ્ફળ સાબિત થયું.

કેસની આ સ્થિતિમાં વિધાયી વિંગમાં બહુમત પરીક્ષણને સમર્થન મળ્યું, જ્યાં બંને ગ્રુપને પાર્ટી સંવિધાન અને સંગઠનાત્મક ચૂંટણીઓ બહાર કામ કરતા જાણવા મળ્યા. પદ પર રહેનારાઓને ચૂંટણી મંડળના સ્વ નામાંકિત સભ્યો તરફથી નિમણૂક કરવામાં આવી અને એ પાર્ટીના આંતરિક લોકતંત્ર વિરુદ્ધ માનવામાં આવ્યું. સંગઠનાત્મક બહુમત હોવાના દાવાના સમર્થનમાં શરદ પવાર ગ્રુપ સમયસીમાની અંદર ગંભીર વિસંગતિઓથી બે-ચાર થયું, જેથી તેમનો દાવો અવિશ્વસનીય થઈ ગયો.

મહારાષ્ટ્રની 6 રાજ્યસભા સીટો માટે ચૂંટણીને જોતા શરદ પવાર ગ્રુપને ચૂંટણી સંચાલન નિયમ 1961ના નિયમ 39AAનું પાલન કરવા માટે વિશેષ છૂટ આપવામાં આવી. ચૂંટણી પંચે બધી રાજનીતિક પાર્ટીઓને આંતરિક ચૂંટણીઓ અને ચૂંટાયેલા/નામાંકિત સભ્યોમાં અપનાવાતી પ્રક્રિયાને પોતાની વેબસાઇટ પર પ્રકાશિત કરવાની સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp