‘મહારાષ્ટ્રમાં પણ મણિપુર જેવી થઇ શકે છે હાલત’, શરદ પવારે આવું કેમ કહ્યું
નવી મુંબઇના વાશીમાં આયોજિત સામાજિક એક્ય પરિષદના અવસર પર NCPના સંસ્થાપક શરદ પવારે મણિપુરમાં થયેલી ઘટનાઓની જેમ જ મહારાષ્ટ્રમાં પણ અશાંતિની આશંકા વ્યક્ત કરી છે. તેમણે મણિપુરની ઘટનાઓ પર ભાર આપ્યો, જ્યાં એક સમયે એકજૂથ રહેલા કુકી-મેતેઇ સમુદાય હવે અરાજકતા અને હિંસા પર ઊતરી આવ્યા છે. શરદ પવારે મણિપુરની હાલતની ગંભીરતાનો ઉલ્લેખ કરતા પોતાની ચિંતા વ્યક્ત કરી, જ્યાં 2 સમુદાયો વચ્ચે પરસ્પર વિવાદોના કારણે મહિનાઓથી હિંસા થઇ રહી છે.
તેનું કારણ ઘણા ઘર તબાહ કરી દેવામાં આવ્યા, મહિલાઓનું ઉત્પીડન થયું અને ડઝનો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તેમણે સાંપ્રદાયિક સદ્ભાવની લાંબા સમયથી ચાલતી આવતી પરંપરા પર ભાર આપ્યો અને કહ્યું કે, એક સમયે મણિપુરમાં જ્યાં 2 સમુદાય પરસ્પર રહેતા હતા, તેઓ હવે પરસ્પર વાતચીત કરવા પણ તૈયાર નથી. શરદ પવારે કહ્યું કે, મારી સાથે કોઇની વાતચીતમાં મણિપુરનો ઉલ્લેખ થયો નથી. દેશની સંસદમાં પણ તેના પર ચર્ચા થઇ. મણિપુરની વિભિન્ન જાતિઓ, ધર્મો, ભાષાઓના લોકો અમને મળવા દિલ્હી આવ્યા. આ તસવી શું કહે છે?
આ પ્રાંત, જે પેઢીઓથી એકજૂથ હતો, હવે અશાંત થઇ ગયો છે. 2 જનજાતિઓ વચ્ચે સંઘર્ષ થયો. ઘરોમાં આગ લગાવી દેવામાં આવી. ખેતરોને નષ્ટ કરી દેવામાં આવ્યા. મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો. શરદ પવારે કહ્યું કે, મણિપુરી જે પેઢીઓથી એક સાથે રહ્યા, સદ્ભાવ બનાવી રાખ્યો, તેઓ આજે એક-બીજા સાથે વાત કરવા પણ તૈયાર નથી. આજે જ્યારે કોઇ રાજ્ય પર એટલું મોટું સંકટ આવ્યું છે તો શાસકોની જવાબદારી છે કે તેઓ તેનો સામનો કરે. લોકોને વિશ્વાસ અપાવે. એકતા બનાવે, કાયદો અને વ્યવસ્થા બનાવી રાખે, પરંતુ દુર્ભાગ્યથી આજના શાસકોએ આ તરફ જોયું નહીં.
NCPના નેતા શરદ પવારે કહ્યું કે, આજે જે કંઇ થયું, ત્યારબાદ તેમણે ક્યારેય વિચાર્યું નહીં કે દેશના વડાપ્રધાને ત્યાં જઇને લોકોને રાહત આપવી જોઇએ. મણિપુરમાં એવું થયું. પાડોશી રાજ્યોમાં પણ એવું થયું. કર્ણાટકમાં પણ એવું જ જોવા મળ્યું અને હાલના દિવસોમાં ચિંતા છે કે મહારાષ્ટ્રમાં પણ એવું થઇ શકે છે. તેમણે કહ્યું કે, સારી વાત છે કે મહારાષ્ટ્ર પાસે ઘણા દિગ્ગજોનો વારસો છે, જેમણે સદ્ભાવ અને સમાનતાની દિશા આપી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp