શરદ પવારે કહ્યું ઇમરજન્સીમાં બાલ ઠાકરેએ ઇન્દિરા ગાંધીનો સાથ આપ્યો હતો...

PC: aajtak.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે તાજેતરમાં મળેલી બેઠકને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ બેઠકને કારણે જે અટકળો શરૂ થઇ હતી તેનો જવાબ આપવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર જાહેરમાં આવ્યા હતા. પીએમ મોદી અને મુખ્યમંત્રી ઠાકરેની મિટીંગને કારણે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર સામે જોખમ ઉભું થશે એવી અટકળોને શરદ પવારે ફગાવી દીધી હતી. શરદ પવારે કહ્યું કે અમારી સરકાર પુરા 5 વર્ષ ચાલવાની છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને પીએમ મોદીની મુલાકાત પછી મહારાષ્ટ્રના રાજકારણમાં જે ભૂચાલ આવ્યો છે તેને કારણે શરદ પવારે સામે આવીને કહ્યું હતુ કે અમારી સરકાર પુરા 5 વર્ષ ચાલશે, સાથે તેમણે એ વાત પણ યાદ અપાવી કે ઇમરજન્સીના સમયમાં જયારે આખો દેશ ઇંદિરા ગાંધી અને કોંગ્રેસની વિરુદ્ધમાં હતો. તે વખતે બાલ ઠાકરેએ  ઇંદિરા ગાંધીને આપેલો વાયદો નિભાવ્યો હતો અને તેમણે કોંગ્રેસની સામે કોઇ ચૂંટણી નહોતી લડી.

એનસીપી પ્રમુખે કહ્યું હતું કે આ જ કારણ છે કે શિવસેના કયારેય પણ વાયદાની વિરુદ્ધમાં કામ કરતી નથી, એટલે કોઇ એવી ખોટી ધારણાં ન રાખે., સાથે જ શરદ પવારે એવા પણ સંકેત આપ્યા કે 5 વર્ષ પુરા થયા પછી પણ તેમની પાર્ટી શિવસેના સાથે રહી શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત દ્રારા ઉદ્ધવ ઠાકરે એનસીપીને એવો સંદેશો આપવા માંગતા હતા કે ભલે મહારાષ્ટ્રમાં તેઓ  ભાજપના નિશાના પર હોય, પરંતું પ્રધાનમંત્રી મોદી સાથે તેમના નજીકના સંબધો છે. રાજયમાં ભાજપ સામે આકરા પ્રહારો કરતા રહેતા ઠાકરે પ્રધાનમંત્રી સામે  નરમ નજરે પડતા હોય છે.

જાણકરોના કહેવા મુજબ  બે મહિના પહેલાં શરદ પવાર અને અમિત શાહ વચ્ચે અમદાવાદમાં ગુપ્ત બેઠક થઇ હતી એટલે પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરવાનો ઉદ્ધવે દાવ કર્યો છે.

શરદ પવારે જે નિવેદન આપ્યું છે તેનું મહત્ત્વ પણ સમજવું જરૂરી છે. તેમણે જણાવી દીધું કે ઉદ્ધવ અને પીએમ મોદીની મિટીંગ પર તેમનું ધ્યાન છે, સાથે જ બાલ ઠાકરેનું ઉદાહરણ આપીને વાયદો ન ભૂલવાની સલાહ પણ આપી દીધી. પવારે શિવસેના સાથે લાંબા સંબધ માટે હાથ લંબાવ્યા છે, પણ આમાં ખાસ વાત એ છે કે તેમણે કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો નથી. એનો મતલબ એ કાઢવામાં આવી રહ્યો છે કે બે પ્રાદેશિક પાર્ટીઓ ભેગી મળીને રાષ્ટ્રીય પાર્ટીઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp