Z+ કેટેગરીની સુરક્ષા મળવા પર શરદ પવાર હેરાન, બોલ્યા- મારી બાબતે જાણકારી હાંસલ..
કેન્દ્ર સરકારે થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને NCP (SP)ના પ્રમુખ શરદ પવારને Z+ કેટેગરીની સુરક્ષા આપી હતી. હવે તેના પર શરદ પવારની પ્રતિક્રિયા સામે આવી છે. શરદ પવારે કહ્યું કે, તેમને આપવામાં આવેલી Z+ કેટેગરીની સુરક્ષા, તેમની બાબતે પ્રાથમિક જાણકારી હાંસલ કરવાની એક રીત હોય શકે છે કેમ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે. મીડિયા દ્વારા Z+ કેટેગરીની સુરક્ષા મળવાને લઈને પૂછવામાં આવેલા સવાલ પર શરદ પવારે કહ્યું કે, તેમને આ પગલાં પાછળનું કારણની જાણકારી નથી. જો કે, તેમણે કેન્દ્રના નિર્ણય પર શંકા જરૂર વ્યક્ત કરી.
શરદ પવારે કહ્યું કે, ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મને જણાવ્યું કે, સરકારે 3 વ્યક્તિઓને Z+ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો અને હું તેમાંથી એક હતો. મેં પૂછ્યું અન્ય 2 કોણ છે. મને કહેવામાં આવ્યું કે, RSS પ્રમુખ મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, કદાચ ચૂંટણી નજીક આવી રહી છે એટલે એ (મારી બાબતે) પ્રામાણિક જાણકારી હાંસલ કરવાની એક રીત હોય શકે છે. CRPFના સશસ્ત્રકર્મીઓની એક ટીમને પવારની Z+ કેટેગરીની સુરક્ષા કવરનો હિસ્સો હશે. સત્તાવાર અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જોખમનું આકલન કરવામાં આવ્યું હતું અને શરદ પવાર માટે એક મજબૂત સુરક્ષા કવરની ભલામણ કરી હતી.
શું હોય છે Z+ કેટેગરીની સુરક્ષા
સુરક્ષાની બ્લૂ બુક મુજબ, દરેક VVIPને Z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે. તેમની ચારેય તરફ સખત સુરક્ષાનો પહેરો હોય છે. જાણકારો મુજબ 58 સશસ્ત્રકર્મી Z+ કેટેગરીની સુરક્ષામાં તૈનાત હોય છે. Z+ કેટગરીની સુરક્ષામાં 10 આર્મ્ડ સ્ટેટિક ગાર્ડ, 6 PSO એક સમયમાં રાઉન્ડ ધ ક્લોક, 24 જવાન 2 એસ્કોર્ટમાં રાઉન્ડ ધ ક્લોક, 5 વૉચર્સ 2 શિફ્ટમાં રહે છે. એક ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ તરીકે તૈનાત રહે છે. VIPના ઘરમાં જનારા લોકો માટે 6 ફ્રીસ્કિંગ અને સ્ક્રિનિંગ કરનારા તૈનાત રહે છે અને તેમની સાથે જ રાઉન્ડ ધ ક્લોક ટ્રેન્ડ 6 ડ્રાઈવર હોય છે.
ઉલ્લેખનીય છે કે શરદ પવારની NCP(SP) વિપક્ષી બ્લોક મહાવિકાસ અઘાડી (MVA)નો હિસ્સો છે, જેમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT) અને કોંગ્રેસ પણ સામેલ છે. હાલમાં જ થયેલી લોકસભાની ચૂંટણીમાં આ ગઠબંધને રાજ્યની 48 સીટોમાંથી 30 સીટો જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભાજપ, એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજીત પાવરના નેતૃત્વવાળી NCPમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને માત્ર 17 સીટોથી જ સંતોષ માનવો પડ્યો હતો. હવે 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર-નવેમ્બરમાં થવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp