BJPની સીટોને લઈને યોગેન્દ્ર યાદવે કરી એવી ભવિષ્યવાણી કે થરૂર પણ વખાણ કરવા લાગ્યા

PC: facebook.com/ShashiTharoor

2024ની લોકસભાની ચૂંટણીના અંતિમ ચરણ માટે કાલે મતદાન થવા જઇ રહ્યું છે. અંતિમ ચરણના મતદાન અગાઉ રાજનીતિક વિશ્લેષક યોગેન્દ્ર યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ચૂંટણીમાં 400 પારના નારાને લઈને મોટું અનુમાન લગાવ્યું છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) આ ચૂંટણીમાં 272 સીટો પાર જઇ રહી નથી. યોગેન્દ્ર યાદવના આ અનુમાન પર કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે. શશિ થરૂરે યોગેન્દ્ર યાદવની આ ટ્વીટને શાનદાર બતાવી છે.

શશિ થરૂરે ટ્વીટ કરતા લખ્યું કે, મને ખુશી છે કે યોગેન્દ્ર યાદવે પોતાના પહેલા અનુમાનોને સંશોધિત કર્યા છે. હવે તેઓ કહી રહ્યા છે કે ભાજપને 272 સીટોથી ઓછી સીટો મળશે. ભાજપ 250 સીટો સુધી નીચે જઇ શકે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતવાળી સીટો પર યોગેન્દ્ર યાદવે કહ્યું કે, હું છેલ્લા 8 અઠવાડિયાથી કહી રહ્યો છું કે ભાજપ 272 પાર નહીં કરી શકે. છઠ્ઠા ચરણ બાદ આ આંકડો હજુ નીચે જતો દેખાઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસોમાં ઘણા એક્સપર્ટ્સના તેવર બદલાતા નજરે પડ્યા છે.

ગ્રાઉન્ડ રિપોર્ટ્સ આવ્યા બાદ હવે બહેસ 400 પાર નહીં, પરંતુ 300 પારને લઈને શરૂ થઈ ગઈ છે. તેની સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાત અને બિહારમાં જે અંડર કરંટ છે તેનાથી લાગે છે ભાજપ 210 પર જ સમેટાઇ જશે. જો ભાજપ 210 પર રોકાય છે તો INDIA ગઠબંધન 272 પહોંચી જશે.  એ સિવાય તેમનું અનુમાન છે કે NDAની બીજી પાર્ટી પણ 35-40 સીટ જ હાંસલ કરી શકશે. તેનો અર્થ છે કે આગામી સામે રસપ્રદ છે.

એટલું જ નહીં ઇન્ટરવ્યૂમાં યોગેન્દ્ર યાદવે અનુમાન લગાવ્યું કે 2019ની તુલનામાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહેશે અને તે 100નો આંકડો પાર કરી લેશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસ નેતા શશિ થરૂરે 400 પારવાળા નારા પર કહ્યું હતું કે શું તમને એટલા લોકો એટલે જોઈએ છે કે બધા મળીને સંવિધાન બદલી શકે. તેનો અર્થ આપણાં દેશ માટે એ ખૂબ ખતરનાક છે અને લોકોનો હક્ક સુનિશ્ચિત કરવા માટે બદલાવ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp