આ નેતાને કોંગ્રેસની ટિકિટ મળતા ગરમ થયા શશિ થરૂર, એણે...

PC: nctv.com

જયપુર લોકસભા સીટથી સુનિલ શર્માને ટિકિટ આપવાનો મામલો વેગ પકડી રહ્યો છે અને તેને લઈને કોંગ્રેસની અંદર જ વિરોધ થવા લાગ્યો છે. 'ધ જયપુર ડાયલોગ્સ' નામથી દક્ષિણપંથી રુઝાનવાળા સંગઠન સાથે સુનિલ શર્માના સંબંધોને લઈને આ વિવાદ થઈ રહ્યો છે. આ સંગઠન કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ નેતાઓની નિંદા માટે જાણીતું છે. સુનિલ શર્મા તથા કથિત રૂપે 'ધ જયપુર ડાયલોગ્સ'ના ડિરેક્ટર છે. કોંગ્રેસની ત્રીજી લિસ્ટમાં તેમનું નામ હતું. હવે તેને લઈને કોંગ્રેસ નેતા અને તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે.'જયપુર ડાયલોગ્સ એક ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ છે. લોકોનું માનવું છે કે આ સંસ્થા કટ્ટર દક્ષિણપંથી કન્ટેન્ટને પ્રોત્સાહન આપે છે.

શું બોલ્યા શશી થરૂર?

પત્રકાર અને ફેક્ટ ચેકર મોહમ્મદ જુબેરે પોતાના X અકાઉન્ટ પર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જૂન ખરગેને ટેગ કરતા જણાવ્યું કે, તમે સુનિલ શર્માને ટિકિટ આપી છે, જે 'જયપુર ડાયલોગ્સ'ના ડિરેક્ટર છે અને આ સંસ્થા કોંગ્રેસ વિરોધી અને મુસ્લિમ વિરોધી કન્ટેન્ટને પ્રોત્સાહન આપે છે. જુબેરની આ પોસ્ટને ક્વોટ કરતા શશી થરૂરે તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે વર્ષ 2021માં શેર કરવામાં આવેલા જયપુર ડાયલોગ્સની એક પોસ્ટની લિન્ક એમ્બેડ કરતા લખ્યું કે, '24 અકબર સુધી જનારા રસ્તા પર ચાલતી વખત તેમનામાં કોઈ દિવ્ય બદલાવ થઈ ગયો હશે. આ એ સમયની એક ટ્વીટ છે, જ્યારે તેમણે મારા પર પ્રહાર કર્યો હતો.

જયપુર ડાયલોગ્સને લઈને સુનિલ શર્માની સ્પષ્ટતા:

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, સુનિલ શર્માએ 'જયપુર ડાયલોગ્સ' સંસ્થા સાથે પોતાના સંબંધો પર એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, તેઓ ઘણા સમય અગાઉ જ 'ધ જયપુર ડાયલોગ્સ'થી અલગ થઈ ગયા હતા. જયપુર ડાયલોગ્સની યુટ્યુબ ચેનલના મેનેજમેન્ટ સાથે મારો ક્યારેય સંબંધ રહ્યો નથી. મને ચર્ચા માટે બધા પ્રકારની ન્યૂઝ ચેનલ અને યુટ્યુબ ચેનલ તરફથી બોલાવવામાં આવે છે અને હું કોંગ્રેસની વિચારધારાના દાયરામાં મંતવ્ય રાખું છું.

'ધ જયપુર ડાયલોગ્સ'એ પણ ઘણા સામાજિક મુદ્દા પર ચર્ચા માટે મને બોલાવ્યો હતો, જ્યાં હું પોતાની ક્ષમતા મુજબ પોતાના વિચાર રાખ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, મેં ભારતની પરંપરાના પક્ષમાં અને ધાર્મિક કટ્ટરપંથના વિરોધમાં મંતવ્ય રાખ્યા હતા. ઘણાં સમય અગાઉ જ આ સંગઠન સાથે પોતાના સંબંધ સમાપ્ત કરી લીધા હતા, પરંતુ કેટલાક લોકો પોતાના સવાર માટે આ વાતની અફવા ફેલાવી રહ્યા છે.

સુનિલ શર્મા ભલે 'ધ જયપુર ડાયલોગ્સ'થી અલગ થવાની વાત કહી રહ્યા હોય, પરંતુ સુનિલ શર્મા બાબતે સાર્વજનિક રૂપે ઉપસ્થિત જાણકારી અનુસાર અત્યારે પણ તેઓ 'ધ જયપુર ડાયલોગ્સ'ના 5 ડિરેક્ટર્સમાંથી એક છે. સપ્ટેમ્બર 2019માં આ પદ પર તેમની નિમણૂક કરવામાં આવી હતી. એટલું જ નહીં 5 નવેમ્બર 2023ના રોજ સુનિલ શર્માએ 'ભારતમાં ડિજિટલ ડિવાઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ અને સભ્યના મુદ્દા પર સંસ્થા તરફથી આયોજિત એક ચર્ચામાં પણ હિસ્સો લીધો હતો.

ટિકિટ મળ્યા બાદ શું બોલ્યા સુનિલ શર્મા?

ટિકિટ મળ્યા બાદ સુનિલ શર્માનું નિવેદન આવ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન તેમણે લખ્યું કે, સૌથી ચોખ્ખા શહેરોની લિસ્ટમાં ટોપ-25માં પણ જયપુર પોતાની જગ્યા બનાવી શક્યું નથી. જો જયપુર સાથે એવું જ રહ્યું તો જયપુર રહેવા લાયક નહીં રહે. જયપુરના લોકો બદલાવ ઈચ્છે છે અને મને લાગે છે કે આ ચૂંટણીમાં બદલાવ થશે. ઉલ્લેખનીય છે કે, ભાજપે અત્યાર સુધી જયપુરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. રાજસ્થાનમાં 2 ચરણોમાં મતદા થશે. 19 ને 26 એપ્રિલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp