'મગજમાં કોઈ ભૂત હોય તો કાઢી નાખજો, રગડી નાખીશ..', અધિકારીઓ પર રોષે ભરાયા MLA

PC: aajtak.in

રાજસ્થાનના બાડમેર જિલ્લાની શિવ વિધાનસભાથી અપક્ષ ધારાસભ્ય રવીન્દ્ર સિંહ ભાટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાટી અધિકારીઓને ખખડાવતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં રવિન્દ્ર સિંહ ભાટી કહેતા નજરે પડી રહ્યા છે કે કોઈના મગજમાં ભૂત હોય તો કાઢી દેજો. મને ભૂત કાઢવાના આવડે છે અને કાઢીને જ આવ્યો છું. ધારાસભ્યએ અધિકારીઓએ સખત અંદાજમાં કહ્યું કે, અત્યાર સુધી શું સિસ્ટમ હતી, કેમ હતી, એ બધુ બંધ કરવું પડશે અને નવી રીતે કામ કરવું પડશે.

આ વીડિયો શિવ વિધાનસભાના રામસર પંચાયત સમિતિની બજેટ બેઠકની છે. ત્યાં પહેલા કેટલાક જનપ્રતિનિધિ પહોંચ્યા, તો તેમને બહાર કાઢી દીધા. થોડા સમય બાદ જ્યારે ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટી પહોંચ્યા અને તેમને જ્યારે ખબર પડી કે જનપ્રતિનિધિઓને બહાર કાઢવામાં આવ્યા છે તો ભાટી અધિકારીઓ પર રોષે ભરાયા. ધારાસભ્યએ કહ્યું કે, જનપ્રતિનિધિઓ સાથે કોઈ પ્રકારનો દુર્વ્યવહાર સહન નહીં થાય. બેઠક શરૂ કરવાનો અધિકાર પ્રધાન પાસે છે, ન કે કોઈ પંચાયત સમિતિના સભ્ય પાસે. કોઈના મગજમાં ભૂત હોય તો કાઢી દેજો, ભૂત કાઢવાના આવડે છે અને કાઢીને આવ્યો પણ છું. આજ પછી કોઈ સાથે દુર્વ્યવહાર ન થવો જોઈએ.

ધારાસભ્ય ભાટીએ ભરી બેઠકમાં કહ્યું કે પહેલા શું સિસ્ટમ હતી એ હવે નહીં ચાલે. હવે નવી રીતે કામ કરવું પડશે. હું અહી સુધી પહોંચ્યો છું, તો મજબૂતીથી પહોંચ્યો છું. આ શરૂઆતી ઇનિંગ છે. માંડ 2 મહિના થયા છે. 5 વર્ષ પૂરા છે. રગડી નાખીશ. કોઈને વહેમ હોય તો કાઢી નાખજો. સરકારની ગાઈડલાઇન મુજબ કામ કરવું પડશે. જનતાને જે બહાર ઊભી કરાવી છે, એ લોકોએ જ અમને આ લાયક બનાવ્યા છે કે મીટિંગમાં બેસીએ. કોઈ સાથે દુર્વ્યવહાર ન થવો જોઈએ. કોઈના મગજમાં દાદાગીરીનું ફિતૂર હોય તો કાઢી દેજો. કામ કરવાનું છે, જનતા માટે કરવાનું છે. જો કોઈને જલદી હોય તો બેઠકમાંથી જઇ શકે છે દરવાજો ખુલ્લો છે.

મીટિંગનો સમય 2:00 વાગ્યાનો હતો અને બેઠક 3:00 વાગ્યે શરૂ થઈ. બેઠકમાં જ્યારે ધારાસભ્ય ભાટી પહોંચ્યા તો મીટિંગ શરૂ થઈ ચૂકી હતી. તેના પર ભાટીએ કહ્યું કે, બેઠક શરૂ કરવાની શું ઉતાવળ હતી. તેના પર BDOએ કહ્યું કે, પ્રધાન અને જનપ્રતિનિધિઓના કહેવા પર બેઠક શરૂ કરી. તો જિલ્લા પરિષદના સભ્ય આસુલાલ સિયાગે કહ્યું કે, અમારા કહેવાથી બેઠક શરૂ થઈ. તેથી ધારાસભ્ય અને પરિષદના સભ્ય વચ્ચે નોક-ઝોક થઈ ગઈ. ધારાસભ્ય ભાટીએ કહ્યું કે બેઠક શરૂ કરવાનો અધિકાર ભાટી પાસે છે. તેમના કહેવાથી નહીં થાય. તેના પર અન્ય સભ્યોએ મોરચો ખોલ્યો અને બેઠક શરૂ કરાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp