શિવરાજે મુખ્યમંત્રી મોહન યાદવ પાસે માગી એક મદદ, શું નવા CM પૂરી કરશે ઈચ્છા?

PC: deccanherald.com

મધ્ય પ્રદેશમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉજ્જૈન દક્ષિણ સીટથી ધારાસભ્ય બનેલા મોહન યાદવને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. તેની સાથે જ લાંબા સમય સુધી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહેલા શિવરાજ સિંહ ચૌહાણની વિદાઇ થઈ ગઈ છે. જો કે, જતા જતા શિવરાજ સિંહ ચૌહાણે નવા મુખ્યમંત્રી મોહન યાદવ પાસે એક અનોખી માગ કરી છે. શિવરાજે પોતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતની જાણકારી આપી છે. આવો જાણીએ શિવરાજની શું છે માગ.

શિવરાજ સિંહ ચૌહાણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, મેં આગામી મુખ્યમંત્રી મોહન યાદવને એક આગ્રહ કર્યો છે કે મને રોજ વૃક્ષારોપણ કરવા દે અને તેના માટે મને જગ્યા મળતી રહે. પર્યાવરણ એક એવો વિષય છે જે કહેવા માટે નહીં, પરંતુ કરવા માટે છે એટલે તેમણે નવા મુખ્યમંત્રી પાસે ઝાડ લગાવવા માટે સરકારી જમીન આપવા અને વૃક્ષારોપણ કરતા રહેવા દેવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, અમે પર્યાવરણ માટે જાગૃતિ ચાલુ રાખીશું.

દિલ્હી જવાના સવાલ પર શિવરાજે કહ્યું કે, હું મધ્ય પ્રદેશમાં છું અને હું અહી જ રહીશ. દિલ્હી જવાનું મને પસંદ નથી. તો હાઇકમાન પાસે કંઈક માગવાને લઈને તેમણે કહ્યું કે, મને દિલ્હી જઈને કંઈક માગવાનું પસંદ નથી. પોતાના માટે માંગવાથી સારું હું મરવાનું પસંદ કરીશ. હું ખૂબ જ વિનમ્રતાથી એ સ્પષ્ટ કરી દેવ માગું છું કે હું દિલ્હી નહીં જાઉ. પ્રેસ કોન્ફરન્સ શરૂ કરવા અગાઉ શિવરાજ સિંહ કહ્યું કે મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વમાં ભાજપ સરકાર અધૂરા કામ પૂરા કરશે અને પ્રગતિના મામલે મધ્ય પ્રદેશ નવી ઊંચાઈઓ પર જશે.

હું હંમેશાં મોહન યાદવને સહયોગ કરતો રહીશ. આજે મારા મનમાં સંતોષનો ભાવ છે. વર્ષ 2003માં ઉમાજીના નેતૃત્વમાં ભારે બહુમતથી ભાજપ સરકાર બની હતી. એ સરકારનું પછીથી નેતૃત્વ મેં કર્યું હતું. વર્ષ 2008માં અમે ફરીથી સરકાર પાછા લઈને આવ્યા, વર્ષ 2013માં ફરી ભાજપ સરકાર ભારે બહુમતથી બની. વર્ષ 2018માં વોટ ભાજપને વધુ મળ્યા, પરંતુ સીટોના ગણિતમાં અમે પાછળ રહી ગયા, પરંતુ ત્યારબાદ અમે સરકાર બનાવી. આજે જ્યારે હું અહીથી વિદાઇ લઈ રહ્યો છું તો મને એ વાતનો સંતોષ છે કે વર્ષ 2023માં ફરીથી ભારે બહુમતથી ભાજપ સરકાર બની છે. 

ભાજપના ધારાસભ્ય મોહન યાદવે આજે મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લઇ લીધા. તેઓ રાજ્યના 30માં મુખ્યમંત્રી બન્યા છે. અત્યર સુધી રાજ્યમાં 19 લોકોએ મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે, જેમાં શિવરાજ સિંહ ચૌહાણે સૌથી લાંબા સમય સુધી શાસન કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp