શિવરાજ સિંહ ચૌહાણ થઇ ગયા ઇમોશનલ, જાણો છેલ્લે શું કહ્યું

મધ્ય પ્રદેશની ખુરશી છોડ્યા પછી શિવરાજ સિંહે ચૌહાણે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમનું દર્દ છલકાયું હતું. શિવરાજ ભાવૂક થઇ ગયા હતા.

પત્રકારોએ શિવરાજ સિંહ ચૌહાણને સવાલ કર્યો હતો કે પાર્ટીમાં તમારી જવાબદારી શું રહેશે? શું તમે દિલ્હી જશો? તેમણે કહ્યું કે, હું વિનમ્રતા પૂર્વક કહેવા માંગુ છું કે, હું માંગવા કરતા મરવાનું વધારે પસંદ કરીશ.

તેમણે કરેલી અડધો કલાક પ્રેસ કોન્ફરન્સનો સાર એ હતો કે તેમણે હાઇકમાન્ડને કેટલાં સંદેશા પણ આપી દીધા હતા. શિવરાજે કહ્યું કે, હું મારા કામથી સંતુષ્ટ છું, હું ભાજપને સારા મતોથી જીતાડીને ખુરશી છોડીને જઇ રહ્યો છું. તેમણે કહ્યું કે મારા માટે લોકો સિવાય બીજું કોઇ મોટું નથી. તેમણે કહ્યું કે, હું સ્વ કેન્દ્રિત માણસ નથી, મને કોઇ પદની લાલસા પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp