26th January selfie contest

શિવસેનાની રાષ્ટ્રીય પક્ષ બનવાની યોજના પણ ગુજરાતમાં નિષ્ફળ

PC: newsworldindia.in

શિવસેના હવે ગુજરાતમાં પણ એક રાષ્ટ્રીય પક્ષ તરીકે આગળ વધવા માંગે છે. રામ મંદિર માટે અયોધ્યામાં મોટી રેલી કર્યા બાદ શિવસેનાએ નક્કી કર્યું છે કે તે મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષમાંથી બહાર નીકળીને સમગ્ર દેશમાં પોતાનું કાર્યક્ષેત્ર રાષ્ટ્રીય પક્ષ તરીકે ઊભું કરશે. રાજસ્થાનમાં પણ તેના કેટલાક ઉમેદવારો ઉમેદવારો ઊભા રાખ્યા છે. જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. પરંતુ તેને એક ટકા કરતા પણ ઓછા મળ્યા છે. આવા સંજોગોમાં શિવસેનાના સુપ્રીમોએ હવે દેશના મોટાભાગના રાજ્યોમાં શિવસેનાને લઈ જવાનું નક્કી કર્યું છે. પરંતુ ગુજરાતમાં હજુ સુધી તેઓ સફળ થયા નથી.

રાષ્ટ્રીય કક્ષા પછી એમને આશા છે કે ગુજરાતમાં પણ સારો દેખાવ કરશે. કારણ કે ગુજરાતના લોકોની માનસિકતા હિન્દુ વિચાર ધરાવે છે. ગુજરાતની પ્રજા અત્યારે હાલ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા નથી. તેથી શિવસેના મોટો ફાયદો લઈને મતદારોની વચ્ચે લઈ જવામાં આવી રહ્યો છે. ગુજરાત માટેની જવાબદારી સોંપવામાં આવી છે અને થોડા દિવસોમાં તેના પ્રત્યાઘાતો જરાતમાં જોવા મળશે. પણ ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છતાં એક પણ સફળ થયા નથી. ગુજરાતમાં શિવસેનાને કોઈ સ્વિકારવા તૈયાર નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp