ગડકરીને ઉતારવા છતા મહારાષ્ટ્રથી ભાજપ માટે માઠા સમાચાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરની આસપાસ થવાની છે ત્યારે ભાજપે મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ ચૂંટણી પહેલાં એક સર્વે સામે આવ્યો છે જેમાં ભાજપ માટે માઠા સમાચાર છે.
નીતિન ગડકરીના નેજા હેઠળ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર થવાનો છે. પરંતુ લોકપાલના એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આ વખતે ભાજપને મોટો ફટકો પડી શકે છે. ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી સાથે બનેલી મહાવિકાસ અઘાડી સરકાર મેદાન મારી શકે છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની લોકપ્રિયતા વધી છે, પરંતુ ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસની લોકપ્રિયતા ઘટી છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે અને બહુમતી માટે 145 બેઠકો જીતવી જરૂરી છે.સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મહાવિકાસ અઘાડી સરકારને 141- 154 અને NDAને 115થી 128 બેઠકો મળી છે, જ્યારે અન્યોને 5થી 18 બેઠકો મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp