ADRનો ચોંકાવનારો રિપોર્ટ, લોકસભા ચૂંટણીમાં મતના આંકડા કરતા ઓછી ગણતરી થઇ
ભારતના રાજકારણ અને ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખતી એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ (ADR)એ એક ચોંકાવનારા દોવા કર્યો છે.ADRના સ્થાપક પ્રો. જગદીપ છોકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં જે મત પડ્યા હતા તેના કરતા મતની ગણતરી ઓછી થઇ છે અથવા મત વધી ગયા છે.મતલબ કે જેટલા મત થયા છે એટલા જ મત ગણતરીમાં ગણાયા નથી.
તેમણે દાવો કર્યો છે કે, લોકસભાની 362 બેઠકો પર મતદારોએ જેટલા મત આપ્યા હતા તેના કરતા મતગણતરીમાં તેનાથી 5 લાખ 54 હજાર 598 વોટની ગણતરી ઓછી થઇ છે.
જ્યારે 176 બેઠકો એવી છે જ્યાં મતદારોએ જે મત આપ્યા તેનાથી 35હજાર 93 મત વધારે ગણતરી થયા છે.
ADRના રિપોર્ટમાં ઉત્તર પ્રદેશ,દિલ્હી, ઉત્તરાખંડ, ઝારખંડ, બિહારની બેઠકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp