નોનવેજની દુકાન હટાવવા નિકળેલા BJPના નવા MLA બાલમુકુન્દે માફી કેમ માગવી પડી

PC: zeenews.india.com

રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર જીતેલા ધારાસભ્ય બાલમુકુન્દ આચાર્ય દેશભરમાં વાયરલ થઈ રહ્યા છે. ચૂંટણી જીત્યાના એક દિવસ બાદ જ બાલમુકુન્દ ગદા લઈને જયપુરના રસ્તે નીકળી પડ્યા અને મીટની દુકાન બંધ કરાવવા માટે અધિકારીઓ સાથે ફોન પર વાત કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર ઘણા લોકોને બાલમુકુન્દ આચાર્યનો એવો વ્યવહાર પસંદ ન આવ્યો. હવે બાલમુકુન્દે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, મંદિરની આસપાસ મીટની દુકાનો ન હોવી જોઈએ. મારું વલણ કોઈને સારું ન લાગ્યું હોય તો હું માફી માગું છું.

બાલમુકુન્દ આચાર્યએ તર્ક આપ્યો કે મંદિરની આસપાસ નૉનવેજની દુકાનો ન હોવી જોઈએ. ચૂંટણી પ્રચાર દરમિયાન માતાઓ-બહેનોએ મને આ પરેશાની બતાવી હતી. નોનવેજ શૉપની આસપાસ ગંદકી રહે છે તેનાથી શહેરની જ છબી ખરાબ થાય છે. આસપાસ કૂતરા ભટકાતા રહે છે, જે લોકોને નુકસાન પહોંચાડી શકે છે એટલે મેં એ દુકાનોને બંધ કરવા માટે કહ્યું જેમની પાસે લાઇસન્સ નથી. બાલમુકુન્દ આચાર્યએ એમ પણ કહ્યું કે, અમારા ધામ પર હિન્દુઓ સાથે સાથે મુસ્લિમ પણ આવે છે.

નૉનવેજની દુકાનો મુસ્લિમ જ નહીં, હિન્દુ પણ ચલાવે છે. આ ઘટના બાદ પણ મુસ્લિમ સમાજના લોકો મારી સાથે હતા. મને સર્વ સમાજે વૉટ આપ્યા છે, ત્યારે હું જીત હાંસલ કરી શક્યો છું. ઉલ્લેખનીય છે કે, સોમવારે બાલમુકુન્દ આચાર્ય પોતાની વિધાનસભામાં પગપાળા ફરી ફરીને ગેરકાયદેસર મીટ શૉપ બંધ કરાવતા નજરે પડ્યા. બાલમુકુંદને જો જ બજારમાં અફરાતફરી મચી ગઈ. લોકો મીટની દુકાનો બંધ કરીને ભાગતા નજરે પડ્યા. કોંગ્રેસે આ વીડિયો પર કટાક્ષ કરતા લખ્યું કે, બદલાતું રાજસ્થાન. પધારો મ્હારે દેશ. બાલમુકુન્દ પોતાના સમર્થકો સાથે મુસ્લિમ વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

અહી ઘણી મીટ શૉપ ચાલી રહી હતી. ઘટનાસ્થળ પર પોલીસની ટીમ પણ આવી ગઈ હતી. બાબાએ દુકાન ચલાવનારાઓ પાસેથી લાઇસન્સ માગ્યા. તેના પર દુકાનદાર દુકાન બંધ કરીને ભાગવા લાગ્યા. તેનાથી બાબાના સમર્થક જોશમાં આવી ગયા અને જય શ્રીરામના નારા લગાવવા લાગ્યા. બાલમુકુન્દ આચાર્ય હાથોમાં જ ધામના મહંત છે, જે જયપુરમાં છે. દક્ષિણમુખી બાલાજી મંદિર આ ધામમાં છે. બાલમુકુન્દ આચાર્ય 30 વર્ષથી આ જ મંદિરમાં સેવા આપી રહ્યા છે. બાલમુકુન્દ આચાર્ય જયપુરની હવામહલ સીટથી ધારાસભ્ય છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર આર.આર. તિવાડીને 974 વૉટથી હરાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp