સ્મૃતિ ઈરાનીની રાહુલ ગાંધીને ચેલેન્જ- મોદીની સરકાર અને UPA સરકાર વચ્ચે થયેલા..

PC: indiatoday.in

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવા જઇ રહ્યું છે અને એ અગાઉ દેશભરમાં રાજકીય પારો ગરમાયેલો છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને UPA સરકાર અને મોદી સરકારના 10 વર્ષોમાં થયેલા કામો વચ્ચેના અંતર પર દલીલ કરવાનો પડકાર આપ્યો છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધી ભાજપના એક કાર્યકર્તા સામે પણ નહીં ટકી શકે. નાગપુરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જો મારો અવાજ રાહુલ ગાંધી સુધી પહોંચી રહ્યો છે, તો પોતાના કાન ખોલીને સાંભળી લો.

તેમણે કહ્યું કે, અત્યાર સુધી નરેન્દ્ર મોદીની સરકાર અને UPA સરકાર વચ્ચે કરવામાં આવેલા કામો પર એક દલીલ થઈ જાય. સાથે જ સ્મૃતિ ઈરાનીએ દાવો કરતા કહ્યું કે, જો તેઓ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા માગશે તો કોંગ્રેસ નેતા આ દલીલમાં હિસ્સો નહીં લે. નાગપુરમાં આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, હું ગેરંટી આપું છું કે રાહુલ ગાંધી સામે જો યુવા મોરચાનો એક કાર્યકર્તા પણ બોલવાનું શરૂ કરી દે, તો કોંગ્રેસ નેતા પોતાની બોલવાની તાકત ગુમાવી દેશે.

છેલ્લા 10 વર્ષોમાં ભાજપે મેનિફેસ્ટોમાં કરેલા પોતાના 3 મોટા વાયદા પૂરા કર્યા છે. મેનિફેસ્ટોમાં આર્ટિકલ 370 હટાવવું, વિધયિકામાં મહિલાઓને રિઝર્વેશન અને રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો અને ભાજપે તેને પૂરા પણ કર્યા છે. તો સ્મૃતિ ઈરાનીએ RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને વિપક્ષના INDIA ગઠબંધન પર પણ પ્રહાર કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પરિવારવાદવાળા કટાક્ષ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, 'ભારતના 140 કરોડ લોકો તેમનો પરિવાર છે. પ્રધાન સેવક (વડાપ્રધાન મોદી)નો કોઈ વાળ પણ નહીં વાંકો કરવાની હિંમત નહીં કરી શકે.

પ્રધા સેવક બનીને તેમણે આખા ભારતને પરિવાર બનાવ્યો છે. ભારત માટે કામ કર્યું છે. INDIA ગઠબંધનના ચારા ચોરે કહ્યું કે, તેમનો (વડાપ્રધાન મોદીનો) કોઈ પરિવાર નથી. હું તેમને બતાવવા માગું છું કે અમે મોદીનો પરિવાર છીએ, આ યુવા મોદીનો પરિવાર છે. કોઈ પણ એ વ્યક્તિનો વાળ પણ વાંકો નહીં કરી શકે, જેનો પરિવાર ભારતના 140 કરોડ લોકો છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાના 195 ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી દીધી છે. ઉત્તર પ્રદેશની હાઇ પ્રોફાઇલ કહેવાતી સીટ પર ફરી એક વખત ભાજપે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2019માં રાહુલ ગાંધીને હરાવ્યા હતા. જો કે, રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી ચૂંટણી જીતી ગયા હતા અને સાંસદ બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp