સોનિયા ગાંધીએ PM મોદીને પત્ર લખીને જે 9 માગ કરી છે તેનાથી સંસદમાં બબાલ થશે
સંસદના વિશેષ સત્ર પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં સોનિયા ગાંધીએ સંસદના સત્ર દરમિયાન અદાણી જૂથ પરના આરોપો, મણિપુર હિંસા, લદ્દાખમાં ચીનની દખલ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી છે.
સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બરની વચ્ચે યોજાવા જઈ રહ્યું છે. પરંતુ સરકારે હજુ સુધી આ સત્રના એજન્ડાની માહિતી આપી નથી. સોનિયા ગાંધીએ લખ્યું છે કે આ સત્ર રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા વિના બોલાવવામાં આવ્યું છે. વિરોધ પક્ષોને માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન "સરકારી કામ" થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે વિપક્ષી દળોને વિશેષ સત્ર વિશે કોઇ જાણકારી નથી. પરંતુ વિપક્ષ આ સત્રમાં ભાગ લેશે, કારણકે એમાં લોકોના મુદ્દા ઉઠાવવાનો મોકો છે. એટલે સોનિયા ગાંધીએ આ વિશેષ સેશન માટે 9 મુદ્દાની માંગ કરી છે.
આવશ્યક ચીજવસ્તીઓના વધેલા ભાવ અને હાલની આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવે. વધી રહેલી બેરોજગારી, અસમાનતા, MSME પર સંકટ જેવી મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવે
મિનિમ સપોર્ટ પ્રાઇસ (MSP) અને ખેડુતોની અન્ય માંગો પર ભારત સરકારે આપેવા વાયદાની ચર્ચા કરવામાં આવે
અદાણી બિઝનેસ ગ્રુપને લઇને બધા ખુલાસાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ(JPC) બનાવવામાં આવે
મણિપુરમાં બંધારણીય વ્યવસ્થા નિષ્ફળ જવાને કારણે ત્યાંના લોકોને ઉભી થયેલી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવે
હરિયાણા સહિત બીજા રાજ્યોમાં વધી રહેલા સાંપ્રદાયિક તનાણ પર ચર્ચા કરવામાં આવે.
લદાખ અને અરૂણાચલ પ્રદેશની સીમાઓ પર ચીનની તરફથી આપણી સંપ્રભુતાને લગાતાર આપવામાં આવી રહેલા પડકારો પર ચર્ચા કરવામાં આવે.
વસ્તી ગણતરીની તાત્કાલિક આવશ્યકતા પર ચર્ચા કરવામાં આવે
કેન્દ્ર અને રાજ્યના બગડી રહેલા સંબંધો પર ચર્ચા કરવામાં આવે
કેટલાંક રાજ્યોમાં પૂર અને દુકાળને કારણે કુદરતી આફતથી થયેલા નુકશાનની ચર્ચા કરવામાં આવે
સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે મને આશા છે કે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે નિયમ મુજબ સમય ફાળવવામાં આવે.
કેન્દ્ર સરકારે જ્યારથી વિશેષ સત્ર બોલાવાવની જાહેરાત કરી છે ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ સત્રમાં વન નેશન વન ઇલેક્શન બિલ લાવવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp