તમારું આચરણ ડાઘ વિનાનું નથી, સિબલની દલીલ પર કેમ રોષે ભરાયા જજ?

PC: cnbctv18.com

જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં બંધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટ તરફથી આજે (22 મેના રોજ) ઝટકો લાગ્યો. કોર્ટમાં વચગાળાના જામીન માટેની તેમની અરજી ફગાવી દેવામાં આવી. હેમંત સોરેન તરફથી રજૂ થયેલા વેરિષ્ઠ એડવોકેટ કપિલ સિબલે અરજી પરત લઇ લીધી. આ કેસ પર સુનાવણી દરમિયાન કોર્ટે કપિલ સિબલના કામકાજ પર પણ સવાલ ઉઠાવ્યા. કોર્ટે કપિલ સિબલને કહ્યું કે, જો કોર્ટ આ કેસને વધુ વિસ્તારથી જોવા લાગી તો ઓછી એ પૂર્વ મુખ્યમંત્રી માટે નુકસાનકારક હશે. તમારું આચરણ ઘણું વ્યક્ત કહી રહ્યું છે.

કોર્ટે કહ્યું કે, તમારા ક્લાયન્ટ સ્પષ્ટવાદિતા સાથે આવશે, પરંતુ તમે મહત્ત્વપૂર્ણ તથ્યો દબાવી દીધા. જ્યારે કપિલ સિબલે કોર્ટમાં સોરેનના બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, તેઓ કસ્ટડીમાં છે અને તેમને કોર્ટોમાં દાખલ કરવામાં આવી રહેલી અરજીઓ બાબતે કોઈ જાણકારી નથી. તેના પર કોર્ટે કપિલ સિબલને કહ્યું કે, તમારું આચરણ ડાઘ વિનાનું નથી. પૂર્વ મુખ્યમંત્રી કોઈ સામાન્ય વ્યક્તિ નથી.  આ કેસના ગુણ, દોષ પર વિચાર કર્યા વિના ધરપકડ વિરુદ્ધ તેમની અરજી ફગાવશે.

કોર્ટે આગળ કેસની યોગ્યતા પર ધ્યાન આપ્યા વિના ધરપકડ વિરુદ્ધ અરજીને ફગાવવાની વાત કહી. ત્યારબાદ સિબલ અરજી પરત લેવા સહમત થઈ ગયા, જેને પીઠે મંજૂરી આપી. EDએ પહેલા સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, 31 જાન્યુઆરીએ સોરેનની ધરપકડને હાઇકોર્ટે યથાવત રાખી હતી અને તેમની નિયમિત જામીન અરજી 13 મેના રોજ ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે જમીન કૌભાંડ કેસમાં EDએ 31 જાન્યુઆરીની રાત્રે હેમંત સોરેનની ધરપકડ કરી હતી. ત્યારબાદ હાઇ કોર્ટે સોરેનની ધરપકડને પડકાર આપનારી અરજી ફગાવી દીધી. હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપતા ચૂંટણીને ધ્યાનમાં લઈને વચગાળાની જામીનની માગ કરવામાં આવી હતી.

સોરેને 13 મેના રોજ કથિત દિલ્હી આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સંદર્ભ આપ્યો અને પોતાના માટે પણ એવી જ રાહત આપવાનો અનુરોધ કર્યો હતો. વકીલ પ્રજ્ઞા બઘેલના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અપીલમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતાએ કહ્યું કે, હાઇકોર્ટે તેમની અરજી ફગાવવામાં ભૂલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp