ઉદ્ધવને મળેલા ઝટકાથી ડર્યું શરદ પવાર ગ્રુપ, ચૂંટણી અગાઉ જ NCP છીનવાઈ જવાનું જોખમ

PC: rediff.com

લાંબા ઇંતજાર બાદ બુધવારે શિવસેના અને તેમના ધારાસભ્યોને લઈને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરનો નિર્ણય આવ્યો છે. આ નિર્ણયે એકનાથ શિંદે ગ્રુપમાં નવો જીવ ફૂંકી દીધો છે તો ઉદ્ધવ ઠાકરેને જોરદાર ઝટકો લાગ્યો છે. સ્પીકર રાહુલ નાર્વેકરે લાંબા નિર્ણયને વાંચતા કહ્યું કે, શિવસેનાના સંવિધાન મુજબ અસલી ગ્રુપ એકનાથ શિંદેનું જ છે. તેમણે તેની પાછળ પાર્ટીના સંવિધાન, સંગઠનના ઢાંચા અને ધારાસભ્ય અને સાંસદોને બહુમતનો આધાર બતાવ્યો.

હવે 16 જાન્યુઆરીથી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)માં પડેલી ફૂટને લઈને સુનાવણી થવા જઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સંબંધમાં 31 તારીખ સુધી નિર્ણય આવી જશે, પરંતુ શિવસેનાને લઈને આવેલા નિર્ણયે NCPના શરદ પવારને પણ ચિંતામાં મૂકી દીધા છે. તેનું કારણ છે કે જે આધાર પર શિવસેના પર અસલી અધિકાર એકનાથ શિંદે ગ્રુપનો બતાવી દીધો, તેને જોતા અજીત પવારને NCPમાં લીડ મળી શકે છે.

સ્પીકરનો નિર્ણય જો અજીત પવાર ગ્રુપના પક્ષમાં આવી ગયો તો લોકસભાની ચૂંટણી અગાઉ શરદ પવાર એન્ડ ટીમ માટે એ મોટો ઝટકો હશે. શિવસેના પર આવેલા નિર્ણય બાદ શરદ પવારના નિવેદન પણ બતાવે છે કે તેઓ ચિંતિત છે.તેમણે કહ્યું કે, શિંદે ગ્રુપના ધારાસભ્યોની ભાષા બતાવી રહી છે કે, તેઓ સુપ્રીમ કોર્ટ તરફ નક્કી ગાઈડલાઇન્સનું પાલન નહીં કરે.  તેમણે કહ્યું કે, આપણે એ વાતથી ઇનકાર નહીં કરી શકીએ કે બીજી બાબતો પર વિચાર દરમિયાન પણ એ તર્કોને લાગૂ નહીં કરવામાં આવે.

તેનાથી સ્પષ્ટ છે કે શરદ પવાર પાર્ટીના ભવિષ્યને લઈને આશંકિત છે અને તેમને લાગે છે કે નિર્ણય અજીત પવાર ગ્રુપના પક્ષમાં જઇ શકે છે કેમ કે તેમની પાસે ધારાસભ્યોની સંખ્યા વધુ છે. અજીત પવાર ગ્રુપનો દાવો છે કે તેમની પાસે NCPના 54માંથી 40 ધારાસભ્ય છે. તેમણે ચૂંટણી પંચમા પાર્ટીના નામ અને ચિહ્ન પર દાવો ઠોક્યો છે. એટલું જ નહીં ચર્ચા છે કે આગામી દિવસોમાં કેટલાક અન્ય ધારાસભ્ય પક્ષ બદલી શકે છે.

આ પ્રકારે 83 વર્ષીય શરદ પવાર માટે પડકારપૂર્ણ સ્થિતિ છે. રાહુલ નાર્વેકરે શિવસેના પર આપેલા નિર્ણયમાં ચૂંટણી પંચની વાતને પણ આધાર બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, પંચ માને છે કે એકનાથ શિંદે ગ્રુપ જ અસલી શિવસેના છે. NCP પર પણ પંચનો નિર્ણય ક્યારેય પણ આવી શકે છે. સંવૈધાનિક બાબતોના જાણકાર ઉલ્હાસ બાપટ માને છે કે પવાર ગ્રુપને ઝટકો લાગી શકે છે. જેમ ઉદ્ધવ ઠાકરેને લાગ્યો છે. શિવસેના વિવાદમાં જે તર્ક આપ્યા છે એ જ NCPમાં વિભાજન પર આવી શકે છે. અજીત પવાર ગ્રુપને જ અસલી NCP જાહેર કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp