દેશમાં વર્ષો બાદ થશે સ્પીકરની ચૂંટણી

PC: indiatoday.in

દેશના ઇતિહાસામાં પહેલીવાર સ્પીકર પદની ચૂંટણી કરવાની નોબત ઉભી થઇ છે. ભાજપે લોકસભા સ્પીકર તરીકે ફરી એક વખત ઓમ બિરલાને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે કેરળના સાસંદ કે. સુરેશનું નામ જાહેર કરી દીધું છે. જાણવા મળેલી વિગત મુજબ ઇન્ડિયા ગઠબંધને ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષને મળે તેવી માંગ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે કો જવાબ નહીં આપતા કોંગ્રેસે પોતાનો ઉમેદવાર સ્પીકર પદ માટે મેદાનમાં ઉતારી દીધો છે.

18મી લોકસભાનું પહેલું સત્ર24 જૂનથી શરૂ થયું અને પહેલા દિવસે પ્રો ટેમ સ્પીકરે પ્રધાનમંત્રી મોદી સહિત 266 સાંસદોને શપથ ગ્રહણ કરાવ્યા હતા જ્યારે મંગળવારે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિત 281 સાંસદોને શપથ ગ્રહણ કરાવવમાં આવ્યા. 26 જૂને સ્પીકરની ચૂંટણી થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp