રેસલિંગ સંઘ પર સરકારના એક્શન બાદ BJP સાંસદ બૃજભૂષણસિંહે કહ્યું- મેં સંન્યાસ...

PC: twitter.com

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(WFI)ની નવ નિયુક્ત કમિટીને સરકાર દ્વારા રદ્દ કરી દેવામાં આવી છે, જેમાં ભાજપના સાંસદ જેમના પર શોષણનો આરોપ લાગ્યો છે, તેમના જ નજીકના વ્યક્તિ સંજયસિંહ ચૂંટાયા હતા, જેનો રેસલરોએ ખૂબ વિરોધ કર્યો હતો અને ઓલિમ્પિક મેડલ વિનર સાક્ષી મલિકે તો સંન્યાસની પણ જાહેરાત કરી દીધી હતી, જ્યારે બજરંગ પુનિયા PM આવાસ બહાર પોતાનો પદ્મશ્રી ઍવોર્ડ પરત આપી આવ્યો હતો, ત્યારે સરકારના આજના નિર્ણય બાદ બૃજભૂષણ શરણ સિંહે પોતાનું નિવેદન આપ્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં બૃજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે, ફેડરેશનના લોકોએ હાથ ઉભા કરી દીધા કે અમે નહીં ચલાવી શકીએ. 15-20 વર્ષના બાળકોનું ભવિષ્ય ખરાબ ન થાય એટલે આ ટુર્નામેન્ટને નંદનીનગરમાં કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 4 દિવસમાં ટુર્નામેન્ટ કરાવવાની હતી. દેશના 25 એ 25 ફેડરેશનોએ હાથ ઉભા કરી દીધા. અમારી પાસે નંદનીનગરમાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તમામ ફેડરેશનોએ આના પર સહમતિ વ્યક્ત કરી. મેં 12 વર્ષ કેવું કામ કર્યું એનું મૂલ્યાંકન મારું કામ કરશે.

તેમણે કહ્યું કે, હું કુશ્તીમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છું. મારી લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેની તૈયારી કરવી છે. હવે જે નવી ફેડરેશન આવી રહી છે, તેને કોર્ટ જવું કે સરકાર સાથે વાત કરવી તે એ લોકો નક્કી કરશે. અત્યારે હું સરકારને આગ્રહ કરું છું કે, તેઓ આ ટુર્નામેન્ટને પોતાની દેખરેખમાં કરાવે. તે અમારા નેતા છે, અમે તેમને મળતા રહીશું. પરંતુ આ સંબંધમાં કોઈ વાત નથી. મને લાગ્યું કે, પોસ્ટર જેમાં લખેલું 'દબદબા હૈ, દબદબા રહેગા' માં અહંકારની દુર્ગંધ આવે છે, એટલે પોસ્ટરને હટાવી દીધું છે.

બૃજભૂષણે કહ્યું હતું કે, હું તમને જણાવી ચૂક્યો છું કે, 21 ડિસેમ્બરે જ હું કુશ્તીમાંથી મારો સંબંધ તોડી ચૂક્યો છું. લોકતાંત્રિક રીતે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સરકારના આદેશથી નવી બોડીની ચૂંટણી થઈ છે. હવે શું કરવું, કે શું ન કરવું એ નવી બોડી નક્કી કરશે. હું નવા પદાધિકારીઓ પાસેથી ઈચ્છીત કે તેઓ પોતાની ઓફિસની ચૂંટણી કરી લે. સંજય સિંહ ભૂમિહાર છે અને હું ક્ષત્રિય છું, બંનેમાં દોસ્તી હોય શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે, હું બલરામપુર, ગોંડા અને કેસરગંજથી ચૂંટણી જીતી ચૂક્યો છું. કેસરગંજ મારું ઘર છે. બાકી મારી ઈચ્છા છે કે હું મારા ઘરથી ચૂંટણી લડું, બાકી પાર્ટી નક્કી કરશે. તેમણે યૌન શોષણના આરોપો પર કહ્યું હતું કે, 11 મહિનાથી એવું કહી રહ્યા છે, તેમને કહેવા દો. મામલો કોર્ટમાં છે.આમાં સતત રાજનીતિ થઈ રહી છે, અમે તો સહન કરી રહ્યા છીએ. સાક્ષીએ પણ સંન્યાસ લઈ લીધો છે અને અમે પણ સંન્યાસ લઈ લીધો છે, વાત પૂરી...મારી પાસે બહુ કામ છે. હું મારું કામ કરીશ અને મારી ચૂંટણી જોઈશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp