રાહુલ ગાંધી મોટા અકસ્માતનો શિકાર બનતા બચી ગયા

PC: ndtv.com

2024ની લોકસભાની ચૂંટણીને લઈને 6 ચરણોનું મતદાન થઈ ચૂક્યું છે અને હવે બસ સાતમાં ચરણનું મતદાન બચ્યું છે, જે 1 જૂને થશે. આ અગાઉ છેલ્લા ચરણના મતદાન અગાઉ બધી રાજનીતિક પાર્ટીઓના નેતા પોતાની પૂરી તાકત લગાવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર હેઠળ બિહારના પાટલીપુત્રમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધી એક મોટા અકસ્માતના શિકાર થતા બચી ગયા. રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં અચાનક રેલીનું મંચ પડી ગયું. સંજોગવશાત કોઈને કોઈ નુકસાન ન થયું.

પાટલીપુત્રમાં એક ચૂંટણી રેલી દરમિયાન અચાનક મંચ તૂટી ગયું, જેના કારણે રાહુલ ગાંધી પણ લથડ્યા અને પડતા પડતા બચી ગયા. સ્ટેજ પર ઉપસ્થિત RJD નેતા અને ઉમેદવાર મીસા ભારતીએ તેમનો હાથ પકડીને સંભાળી લીધા. આ ઘટનાના કારણે થોડા સમય માટે ઘટનાસ્થળ પર અફરાતફરી મચી ગઈ, પરંતુ પછી બધુ સામાન્ય થઈ ગયું. ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી INDIA ગઠબંધનના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવા અને જનતા જનાર્દન પાસે વોટ માગવા બિહાર ગયા હતા.

અહી તેમની 3 જનસભાઓ હતી, તેમાં પટના સાહેબથી લઈને પાટલિપુત્ર અને આરાની રેલી સામેલ છે. પહેલા તેમણે પટના સાહિબ સીટના બખ્તિયારપુર સીટ પર જનસભાને સંબોધિત કરી. પટના સાહિબ સીટથી ફરી એક વખત પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે આ સીટ પરથી INDIA ગઠબંધનના જોઇન્ટ ઉમેદવાર તરીકે કોંગ્રેસ નેતા અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારના પુત્ર અવિજિત અંશુલને ટિકિટ આપી છે.

પાટલીપુત્રના પાલીગંજમાં જનસભા દરમિયાન જ્યારે રાહુલ ગાંધી ભાષણ આપવાના હતા, એ દરમિયાન જ મંચનો એક હિસ્સો પડી ગયો. એવામાં મંચ પર ઉપસ્થિત RJDના ઉમેદવાર મીસા ભારતીએ તેમને સંભાળી લીધા. મીસા ભારતીએ રાહુલ ગાંધીનો હાથ પકડીને એ ઘટના પર તેમનું બેલેન્સ બનાવી રાખ્યું. રસપ્રદ વાત એ છે કે રેલીનું મંચ પડ્યા બાદ રાહુલ ગાંધી હસવા લાગ્યા અને હાથ હલાવીને જનતાનું અભિવાદન કરતા નજરે પડ્યા. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો મંચ પડવાના કારણે રેલીસ્થળ પર પણ થોડા સમય માટે અફરાતફરી માચ ગઈ, પરંતુ પછી બધુ સામાન્ય થઈ ગયું અને રાહુલ ગાંધીએ જનતાને સંબોધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp