રાહુલ ગાંધીની નાગરિકતા રદ્દ કરવામાં આવે, ભાજપના નેતા પહોંચ્યા કોર્ટ

PC: telegraphindia.com

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતા મામલે દિલ્હી હાઇ એક કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટ પાસે માગ કરી છે કે રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ્દ કરવા આવે. સુબ્રમણ્યમ સ્વામીનો દાવો છે કે રાહુલ ગાંધી પાસે બ્રિટનની નાગરિકતા છે. તેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. તેમણે આ મામલે કેન્દ્ર પાસે પણ કાર્યવાહીની માગ કરી છે.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ માગ કરી છે કે તેઓ આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટની માગ કરે. વર્ષ 2019માં સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને ચિઠ્ઠી લખી હતી. તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. તેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. તેમણે ભારતીય સંવિધાનના અનુચ્છેદ-9નું ઉલ્લંઘન કરતા હોવાનું કહેતા જણાવ્યું હતું કે તેઓ કોઇ એક દેશના જ નાગરિક હોય શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં એક વ્યક્તિને માત્ર એકલ નાગરિકતા પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 20 એપ્રિલ 2019ના રોજ ગાંધીને નાગરિકતા સાથે સંબંધિત ફરિયાદ પર એક નોટિસ મોકલવામાં આવી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે બેકઓપ્સ લિમિટેડ નામની એક કંપની વર્ષ 2003માં યુનાઇટેડ કિંગડમમાં રજિસ્ટર્ડ થઇ હતી, જેમાં રાહુલ ગાંધી ડિરેક્ટર અને સચિવ હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે વર્ષ 2005 અને વર્ષ 2006માં દાખલ કંપનીના વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીની જન્મ તારીખ 19 જૂન 1970 બતાવવામાં આવી હતી અને તેમની રાષ્ટ્રીયતા બ્રિટિશ બતાવવામાં આવી હતી.

ત્યારે તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની આગેવાની પીઠે અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ ગોગોઇએ કહ્યું હતું કે જો કોઇ કંપની કોઇ ફોર્મમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક બતાવે છે તો તેનો અર્થ એ નથી કે તેઓ બ્રિટિશ થઇ ગયા. આ આખા વિવાદ પર રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કહ્યું હતું કે આખા દેશને ખબર છે કે રાહુલનો જન્મ ભારતમાં થયો છે અને ભારતીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp