ભાજપના MPએ સંસદભવનમાં જ બીજા સાંસદને મુલ્લા આતંકવાદી, ઉગ્રવાદી અને ભ... કહ્યા

PC: twitter.com

સાંસદોને માનનીય કહેવામાં આવે છે અને તે મુજબ વર્તન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. ભાજપના સાંસદ રમેશ બિધુરીએ લોકસભામાં મુસ્લિમ સાંસદ સામે જે પ્રકારનો દુર્વ્યવહાર કર્યો તે સાંભળીને લોકો નારાજ છે. રાજનાથ સિંહે ખેદ વ્યક્ત કરવો પડ્યો છે.

ભાજપના સીનિયર નેતા રમેશ બિઘુરીએ સંસદની અંદર સડક છાપ ભાષાનો પ્રયોગ કરવાને કારણે લોકો નારાજ થયા છે. બિઘુરીએ સંસદમાં ઓયે ભ..ડ..., ઓઇ. ઉગ્રવાદી, એ ઉગ્રવાદી વચ્ચે ન બોલશો. એ આતંકવાદી-ઉગ્રવાદી છે. આ મુલ્લા આતંકવાદી છે. તેમની વાત નોંધ કરતા રહજો. અત્યારે બહાર જોઇ લઇશ આ મુલ્લાંને આવા બધા શબ્દોનો પ્રયોગ કર્યા હતા.

રમેશ બિઘુરી સંસદમાં દક્ષિણ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ભાજપના સાંસદ લોકસભામાં બોલી રહ્યા હતા ત્યારે એ સાંભળીની પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન હસ્યા હતા એ વાતથી પણ લોકોમાં નારાજગી જોવા મળી હતી.

ભાજપના સમર્થકોએ મૌન જાળવી રાખ્યું છે, પરંતુ એક સાંસદના આવા અપમાનજનક શબ્દો સાંભળીને ઘણા વિપક્ષી નેતાઓ અને સામાન્ય લોકો ચોંકી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના મોટાભાગના નેતાઓ લોકશાહીના મંદિરની વાત કરે છે, તેમના જ એક સાંસદે કેવા શબ્દોનો ઉપયોગ કર્યો?

રાજ્યસભા સાંસદ અને શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ બિઘુડીના સંબોધનનો એક હિસ્સો શેર કરીને લખ્યું છે કે, કોઇ શરમ બચી નથી. એ પછી રાજનાથ સિંહે ખેક વ્યક્ત કર્યો હતો.

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે રમેશ બિઘુડીએ પોતાના સાથR BSP સાંસદ દાનિશ અલી માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. પ્રિયંકાએ સવાલ કર્યો કે શું લોકસભા સ્પીકર આની સામે પગલા લેશે?

રમેશ બિઘુડીના અપશબ્દો ઉપયોગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે લોકો એ શોધી રહ્યા છે કે આ રમેશ બિઘુરી કોણ છે?

દિલ્હીમાં જન્મેલા રમેશ બિઘુડીએ બી.કોમ અને એલએલબીની ડિગ્રી મેળવેલી છે. તેમના વ્યવસાય પ્રોફાઇલ માં વકીલ, બિઝનેસ, ખેડુત અને સોશિયલ વર્કર તરીકે બતાવવામાં આવ્યું છે.

રમેશ બિઘુડી વર્ષ 2003થી મે 2014 સુધી દિલ્હીના ધારાસભ્ય રહ્યા હતા. વર્ષ 2014થી 2019 સુધી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ શહેરી વિકાસ, ઓબીસી કલ્યાણ, શ્રમ અને રોજગાર સંબંધિત ઘણી સમિતિઓમાં સામેલ છે. બિધુરી વૃદ્ધો માટે આરોગ્ય શિબિરોનું આયોજન કરતારહે છે.

આ પહેલાં પણ તેમણે એક વિવાદીત નિવેદન આપ્યુ હતું. જ્યારે એક માતા-પિતાએ સ્કુલની સમસ્યા માટે સાંસદની મુલાકાત કરી તો બિઘુડીએ કહ્યું કે તો પછી બાળકો પેદા જ શું કામ કર્યા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp