સની દેઓલે જણાવ્યું તેઓ લોકસભા 2024ની ચૂંટણી લડશે કે નહીં, જુઓ વીડિયો

PC: thestatesman.com

ભાજપ સાંસદ અને એક્ટર સની દેઓલે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, તેઓ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે જણાવ્યું કે, એક્ટર બનીને રહેવું જ મારી ચૂંટણી છે. મને લાગે છે કે હું એક્ટર તરીકે દેશ સેવા કરું, જે હું કરતો આવી રહ્યો હતો. તમે કોઈ પણ એક જ કામ કરી શકો છો. એક સાથે ઘણા બધા કામ કરવું અસંભવ છે. હું જે વિચાર સાથે રાજનીતિમાં આવ્યો હતો, એ બધા કામ હું એક્ટર રહેતા પણ કરી શકું છું.

સની દેઓલે કહ્યું કે, એક્ટિંગની દુનિયામાં મારું જે દિલ કરે, તે હું કરી શકું છું, પરંતુ રાજનીતિમાં જો કંઈક કમિટ કરી દઉં અને તેને પૂરી ન કરી શકું, તો મને એ સહન થતું નથી. હું એવું નહીં કરી શકું. સની દેઓલની સાંસદ તરીકે લોકસભામાં માત્ર 19 ટકા જ ઉપસ્થિતિ છે જેને લઈને સાંસદે કહ્યું કે, જ્યારે આપણે બીજા લોકોને કહીએ છીએ કે એવો વ્યવહાર ન કરો. જ્યારે એ જોઉ છું તો લાગે છે કે હું એવો નથી. તેનાથી સારું તો એ છે કે હું ક્યાંક દૂર જતો રહું. સાથે જ કહ્યું કે, હું હવે કોઈ ચૂંટણી લડવા માગતો નથી.

ફિલ્મ એક્ટર સની દેઓલે વર્ષ 2019માં પોતાના રાજનૈતિક સફરની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પંજાબના ગુરુદાસપુર લોકસભા સીટ પરથી નસીબ અજમાવ્યું અને જનતાએ પણ તેમને નિરાશ ન કર્યા. ગુરુદાસપુરની જનતાએ 84 હજાર કરતા વધુ અંતરથી ભારે વિજયનો આશીર્વાદ આપીને સની દેઓલને લોકસભામાં મોકલ્યા હતા. સની દેઓલે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકસભા ક્ષેત્રની જનતાને મોટા મોટા વાયદા પણ કર્યા, પરંતુ વાયદા પૂરા કરવાના તો દૂર, તેઓ જીત બાદ ફરીને ગુરુદાસપુર પણ ન ગયા.

તેને લઈને લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. સની દેઓલના ક્ષેત્રથી સતત ગાયબ રહેવા અને લોકસભામાંથી પણ ગેરહાજર રહેવાના કારણે હવે વિરોધી પણ મુદ્દો બનાવવા લાગ્યા છે. ગત દિવસોમાં લોકોએ તેમની વિરુદ્ધ ગુરુદાસપુરમાં પ્રદર્શન પણ કર્યું હતું. ગુરુદાસપુર મોહલ્લા સંત નગરના લોકોએ ફેબ્રુઆરીના મહિનામાં પણ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ચિઠ્ઠી લખીને સની દેઓલની સભ્યતા રદ્દ કરવાની માગ કરી હતી. અમરજોત સિંહે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સની દેઓલ લગભગ 4 વર્ષથી પોતાના લોકસભા ક્ષેત્રથી ગેરહાજર છે. ગુરદાસપુરની જનતાએ તેમને ખૂબ આશાઓ સાથે ચૂંટ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp