'બંને પોતાને કાયદો માની બેઠેલા..', SCએ પૂર્વ મંત્રી હરક સિંહ રાવતને લગાવી ફટકાર

PC: indiatoday.in

ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવત અને તત્કાલીન ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (DFO) કિશન ચંદ પર સુપ્રીમ કોર્ટે સખત ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે આ બંને પોતાને જ કાયદો માની બેઠા હતા અને નિયમોની ઉપેક્ષા કરતા જિમ કૉર્બેટ નેશનલ પાર્કમાં મોટી સંખ્યામાં ઝાડ કપાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કિશન ચંદ પર સંગીન આરોપ રહેતા પણ વન મંત્રી હરક સિંહ રાવતે બળજબરીપૂર્વક તેમને DFO બનાવી દીધા હતા. આખો મામલો નેતા અને નોકરશાહોની મિલીભગતનું ઉદાહરણ છે.

આ કેસ પર વધુ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, CBI પહેલાથી જ તપાસ કરી રહી છે. તે બીજા લોકોની ભૂમિકાની પણ તપાસ કરે અને 3 મહિનામાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપે. જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, હરક સિંહ રાવત અને પૂર્વ વન અધિકારી કિશન ચંદે કાયદાની ઘોર અવહેલના કરી છે અને વ્યાવસાયિક ઉદ્દેશ્યો માટે પર્યટનને પ્રોત્સાહન આપવાના બહાને ઇમારત બનાવવા માટે મોટા પ્રમાણ પર ઝાડ કાપવામાં આવ્યા.

કોર્ટે કહ્યું કે, કાયદાની પૂરી રીતે અવહેલના કરવી ખૂબ આશ્ચર્યચકિત કરે છે. કોર્ટની આ ટિપ્પણીને ખૂબ સખત ટિપ્પણી તરીકે જોવામાં આવી રહી છે અને CBIને 3 મહિનાની અંદર રિપોર્ટ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જિમ કૉર્બેટ નેશનલ પાર્કના બફર ઝોનમાં ટાઈગર સફારી બનાવવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, વિસ્તૃત આદેશમાં તેના માટે જરૂરી શરત બતાવવામાં આવશે.

શું છે આખો મામલો?

પ્રાણીસંગ્રહાલયથી વાઘ લાવીને સફારીના નામ પર તેમને બફર ઝોનમાં રાખવા અને કૉર્બેટ પાર્કમાં થયેલા ગેરકાયદેસર નિર્માણને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2021માં હરક સિંહ રાવતના વન મંત્રી રહેતા કાલાગઢ રેન્જમાં મોટા પ્રમાણ પર ઝાડ કપાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી આ કેસ પર સુનાવણી દરમિયાન આવી. ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી સસ્પેન્ડ થયા બાદ, હરક સિંહ રાવત વર્ષ 2022માં ફરીથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ ગયા હતા.

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીથી બરાબર પહેલા કોંગ્રેસના કદાવર નેતા હરીશ રાવતે તેમને પાર્ટીની સભ્યતા અપાવી હતી. ઉલ્લેખનીય છે કે, હરક સિંહ રાવત 2017 સુધી કોંગ્રેસ પાર્ટીમાં જ હતા, પરંતુ વર્ષ 2017માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને ચૂંટણી બાદ ભાજપની સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp