CBI કેસમાં સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલને આપ્યા જામીન
દિલ્હી આબકારીનીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુક્રવારે એટલે કે 13 ઑગસ્ટે જામીન મળી ગયા છે. જો કે, કોર્ટે CBIની ધરપકડ નિયમો હેઠળ બતાવી છે. તેઓ 177 દિવસ બાદ જેલથી બહાર આવશે. CBIએ આબકારીનીતિ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં 26 જૂને તેમની ધરપકડ કરી હતી. કોર્ટે જામીન આપવા માટે શરતો લગાવી છે.
કેજરીવાલની જામીન પર કોર્ટની શરતો
- અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય નહીં જઇ શકે.
- કેસ સાથે જોડાયેલી કોઈ સાર્વજનિક ચર્ચા નહીં કરે
- તપાસમાં બાધા નાખવા કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે
- જરૂરિયાત પડવા પર ટ્રાયલ કોર્ટમાં હજાર થશે અને તપાસમાં સહયોગ કરશે.
દિલ્હીના મુખ્યમંત્રીએ આ ધરપકડને ગેરકાયદેસર બતાવતા જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે ગત સુનાવણીમાં નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. કેજરીવાલ વિરુદ્ધ તપાસ એજન્સી (ED અને CBI)એ કેસ નોંધ્યો છે. EDના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રીને સુપ્રીમ કોર્ટ તરફથી 12 જુલાઈએ જામીન મળી ચૂક્યા છે. હવે તેઓ 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે.
5 સપ્ટેમ્બરની સુનાવણીમાં શું થયું હતું?
CBI કહે છે કે કેજરીવાલ સહયોગ કરી રહ્યા નથી. કોર્ટના જ આદેશમાં કહેવામાં આવ્યું છે કે એ અપેક્ષા નહીં રાખી શકાય કે આરોપી પોતાને દોષી બતાવી દે.
કેજરીવાલ એક સંવૈધાનિક પદ પર છે, તેમના ભાગવાની કોઈ આશંકા નથી, પુરાવાઓ સાથે છેડછાડ નહીં થઈ શકે કેમ કે લાખો દસ્તાવેજ અને 5 ચાર્જશીટ ઉપસ્થિત છે. સાક્ષીઓને પ્રભાવિત કરવાનું પણ જોખમ નથી. જામીનની 3 જરૂરી શરતો અમારા પક્ષમાં છે.
જામીન વિરુદ્ધ CBIની 2 દલીલો:
મનીષ સિસોદિયા, કે. કવિતા બધા પહેલા જામીન માટે ટ્રાયલ કોર્ટ ગયા હતા. કેજરીવાલ સાંપ-સીડીની રમતની જેમ શોર્ટકટ અપનાવી રહ્યા છે. કેજરીવાલે ટ્રાયલ કોર્ટ જવું જોઈએ.
કેજરીવાલને લાગે છે કે, તેઓ એકસ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિ છે, જેમના માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. જો કેજરીવાલને જામીન આપવામાં આવે છે તો આ નિર્ણય હાઇકોર્ટને નિરાશ કરશે.
EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ ક હતી. 10 દિવસની પૂછપરછ બાદ 1 એપ્રિલે તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા હતા. 10 મેના રોજ 21 દિવસ માટે લોકસભાની ચૂંટણી પરચા માટે મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે 51 દિવસ જેલમાં રહ્યા બાદ છોડવામાં આવ્યા હતા. 2 જૂને કેજરીવાલે તિહાડ જેલમાં સરેન્ડર કરી દીધું હતું. હવે CBI કેસમાં જમીન મળવાથી 177 દિવસ બાદ તેઓ જેલમાંથી બહાર આવશે. CBIએ 7 સપ્ટેમ્બરે રાજ્ય એવેન્યૂ કોર્ટમાં પોતાની પાંચમી અને અંતિમ ચાર્જશીટ દાખલ કરી હતી.
CBIએ કહ્યું હતું કે, તપાસ પૂરી થઈ ગઈ છે અને તેમાં સામે આવ્યું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અબકારીનીતિ બનાવવા અને તેને લાગૂ કરવાના ગુનાહિત ષડયંત્રમાં શરૂઆતથી સામેલ હતા. તેઓ પહેલાથી જ અબકારીનીતિના પ્રાઈવેટાઈઝેશનનું મન બનાવી ચૂક્યા હતા. ચાર્જશીટ મુજબ માર્ચ 2021માં જ્યારે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની અધ્યક્ષતામાં આબકારી નીતિ તૈયાર કરવામાં આવી રહી હતી, ત્યારે કેજરીવાલે કહ્યું હતું કે પાર્ટીને પૈસાની જરૂરિયાત છે. તેમણે પોતાના નજીકના અને AAPના મીડિયા અને સંચાર પ્રભારી વિજય નાયરને ફંડ ભેગું કરવાનું કામ સોંપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp