CM કેજરીવાલને કોર્ટનો ઝટકો, આ તારીખે પાછું જેલ જવું જ પડશે

PC: khabarchhe.com

સુપ્રીમ કોર્ટે CM અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપતા તેમને 2 જૂનના રોજ સરેન્ડર કરવા માટે કહી દીધું છે. કેજરીવાલને કોર્ટે રાહત આપી નહોતી. ઉલ્લેખનીય છે કે, CM કેજરીવાલે પોતાના વચગાળાના જામીન 7 દિવસ આગળ વધારવાની અપીલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ તેમની આ અરજી સ્વીકારી નહોતી. રજિસ્ટ્રીનું કહેવું હતું કે, સુપ્રીમ કોર્ટે CMને ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવા માટે છૂટ આપી છે. આનો અર્થ એ છે કે, CM કેજરીવાલે 2 જૂનના રોજ સરેન્ડર કરવું જ પડશે.  CM કેજરીવાલે પોતાની અરજીમાં મેડિકલ ટેસ્ટ કરાવવાના હોવાથી વધુ 7 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ કોર્ટે આ માટે ના પાડી દીધી હતી.

જાણો જામીન વધારવાની અપીલમાં શું કહ્યું હતું...

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે દારૂ નીતિ કેસમાં વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ માટે તેણે અનેક મેડિકલ ટેસ્ટ કરાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જામીન 1 જૂને પૂરા થઈ રહ્યા છે. 10મી મેના રોજ સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા પછી એટલે કે 2 જૂને તેમણે આત્મસમર્પણ કરવું પડશે.

આમ આદમી પાર્ટી અનુસાર, ધરપકડ પછી CM અરવિંદ કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે. તેનું કીટોન લેવલ ઘણું ઊંચું થઈ ગયું છે. આ કોઈ ગંભીર રોગનું લક્ષણ હોઈ શકે છે. પાર્ટીનું કહેવું છે કે, મેક્સ હોસ્પિટલના ડોક્ટરોએ કેજરીવાલની તપાસ કરી છે અને કહ્યું છે કે તેમને PET-CT સ્કેન અને અન્ય ઘણા ટેસ્ટ કરાવવાની જરૂર છે. આ માટે તેણે સાત દિવસનો સમય માંગ્યો છે. આ અરજી 26 મેના રોજ દાખલ કરવામાં આવી છે.

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, કસ્ટડીની બહાર હોવા છતાં અને ડોક્ટરોની દેખરેખમાં હોવા છતાં CM કેજરીવાલ પોતાનું વજન વધારી શક્યા નથી. તેમણે કહ્યું કે, કીટોનનું સ્તર ઊંચું થવાથી અને અચાનક વજન ઘટવાથી તેમને કિડની અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ હોઈ શકે છે. તેથી, ડોકટરોએ તેમને આખા શરીરનું PET સ્કેન કરાવવાની અને અન્ય પરીક્ષણો કરાવવાની સલાહ આપી.

તાજેતરમાં જ મીડિયા સૂત્રને આપેલા ઈન્ટરવ્યુમાં CM કેજરીવાલે કેન્દ્ર સરકાર પર ઈરાદાપૂર્વક ઈન્સ્યુલિન ન આપવાનો આરોપ લગાવ્યો હતો. CM કેજરીવાલે દાવો કર્યો હતો કે, 'મને 15 દિવસથી ઇન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું. મારું સુગર લેવલ 300-350 પર પહોંચી ગયું હતું. જો આટલા દિવસો સુધી ઇન્સ્યુલિન ન આપવામાં આવે તો કિડની અને લીવરને નુકસાન થઈ શકે છે. હું 10 વર્ષથી ઇન્સ્યુલિન લઈ રહ્યો છું. હું દિવસમાં ચાર ઈન્જેક્શન લેતો હતો, પરંતુ તેમણે તે આપવાનું બંધ કરી અને કોર્ટમાં અરજી કર્યા પછી આપવાનું શરુ કર્યું હતું.'

સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે CM કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે, તેઓ CM કાર્યાલય કે દિલ્હી સચિવાલય નહીં જાય. આ ઉપરાંત, જ્યાં સુધી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG)ની મંજૂરી જરૂરી ન હોય ત્યાં સુધી તે સત્તાવાર ફાઇલો પર હસ્તાક્ષર કરશે નહીં. આ સિવાય CM કેજરીવાલ વર્તમાન કેસમાં તેમની ભૂમિકા અંગે કોઈ ટિપ્પણી કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp