રાષ્ટ્રીય અધ્યક્ષ મુદ્દે ભાજપ અને RSS વચ્ચે 5 કલાક મળેલી બેઠક અનિર્ણાયક રહી
લોકસભા 2024ના પરિણામો આવી ગયા, સરકારબની ગઇ, પરંતુ હજુ સુધી ભાજપ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરી શકી નથી. તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે ભાજપ અને RSS નેતાઓ વચ્ચે 5 કલાકની બેઠક ચાલી હતી છતા રાષ્ટ્રીય અધ્યક્ષનો મુદ્દો અનિર્ણાયક રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં બાંગ્લાદેશના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજનાથ સિંહના ઘરે મળેલી બેઠકમાં અમિત શાહ, જે પી નડ્ડા, રાજનાથ સિંહ. RSS તરફથી દત્તાત્રેય હોસબોલે અને અરૂણ કુમાર હાજર રહ્યા હતા. જાણવા મળેલી વિગત RSS નેતાઓએ સ્પષ્ટ કહી દીધું છે કે, આ વખતે કોઇ રબર સ્ટેમ્પ નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ પદે બેસાડવાનો નથી. RSSની મંજૂરી વગર નામ ફાઇનલ કરી શકાશે નહીં. સંભવત ભાજપ ઇન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણુંક કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp