PM મોદી શું કરવાના છે? કાલે બધા સાંસદોને સંસદમાં હાજર રહેવા સૂચના

PC: business-standard.com

ભાજપ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે તેના લોકસભા સાંસદોને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હીપ જારી કર્યો છે. આ પાછળનું મોટું કારણ શું છે? આ હવે જોવું પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભામાં કંઈક મોટું થવાનું છે. ભાજપના આ ઓચિંતા વ્હીપને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. એક તરફ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી કોને બનાવવા એની દિલ્હીમાં ગઠમથલ ચાલી રહી છે ત્યારે સાંસદોને 8 ડિસેમ્બરે સંસદમાં ફરજિયાત હાજર રહેવાનું કહેવાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

સંસદના ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્રની ભાજપ સરકાર કોઇ મોટા નિર્ણયને મંજૂરી આપી શકે છે. પાર્ટીએ આ માટે તેના તમામ લોકસભા સાંસદોને સંદેશ જારી કર્યો છે.

સંસદના શિયાળુ સત્રની શરૂઆતથી જ લોકસભા અને રાજ્યસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા ચાલી રહી છે. ગયા બુધવારે, કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2023 પર લોકસભામાં ચર્ચા કરવામાં આવી હતી. આ શિયાળુ સત્રની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ભાજપ સંસદમાં ફરી એકવાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. આ માટે પાર્ટીએ સાંસદોને સંદેશ પણ મોકલ્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના તેના તમામ વર્તમાન સાંસદોને 8 ડિસેમ્બર 2023 એટલે કે શુક્રવારે ગૃહમાં હાજર રહેવા માટે એક લાઇન વ્હીપ જારી કર્યો છે. સૂત્રોના કહેવા મુજબ આ વ્હીપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહેવાલ છે કે 8 ડિસેમ્બરે કેન્દ્રની મોદી સરકાર દ્વારા લોકસભામાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય કાર્યો પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન સરકારના વલણને સમર્થન આપવા માટે તમામ સાંસદોને વ્હીપ જારી કરવામાં આવ્યો છે.

નવાઇની વાત એ છે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે છેલ્લાં બે દિવસથી ઘમાસાણ ચાલી રહ્યું છે અને દિલ્હીમાં તાબડતોબ બેઠકો ચાલી રહી છે. એવા સંજોગોમાં આ મેસેજને કારણે ચર્ચા થવા માંડી છે કે PM મોદી સરકાર કાલે કઇંક મોટો ધડાકો કરી શકે છે. કાલે ખબર પડશે કે સાંસદોને હાજર રહેવા કેમ જણાવાયું હતું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp