ભાજપે હિંદી બેલ્ટની 71 બેઠકો ગુમાવી, ઉત્તર પ્રદેશમાં મોટો ફટકો પડ્યો

દક્ષિણ જીતવાની લ્હાયમાં ભાજપના હિંદી બેલ્ટમાં કાંગરા ખરી ગયા. જ્યાં ભાજપનો મજબુત ગઢ મનાતો હતો તેવા હિંદી બેલ્ટમાં ભાજપે લોકસભા 2024ની ચૂંટણીમાં 71 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો. તેમાં પણ ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ફટકો પડ્યો.

ભાજપ માટે એવું કહેવાતું કે હિંદી બેલ્ટ તો એકદમ મજબુત છે, સાઉથમાં ભાજપ નબળું છે. એટલે સાઉથમાં ભાજપ મજબુત થવા ગયું તો હિંદી બેલ્ટમાં ફટકો પડી ગયો. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે અને અહીં 80 બેઠકો છે, પરંતુ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ અહીંથી 41 બેઠકો જીતી ગયા.

રાજસ્થાનમાં 2019માં ભાજપ બધી 25 બેઠકો જીત્યું હતું, પરંતુ આ વખતે માત્ર 14 બેઠકો જ મળી કોંગ્રેસને 8 મળી ગઇ. હરિયાણામાં 10માંથી ભાજપને 5 જ મળી. બિહારમાં JDUને કારણે ભાજપ બચી ગઇ.

દક્ષિણની 129 બેઠકોમાંથી ભાજપને 29 બેઠકો મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp