મુંબઇના વિજય સરઘસની બસ ગુજરાતની હતી તેમાં મહારાષ્ટ્રમાં રાજકરાણ ગરમાયું
મુંબઇમાં ટીમ ઇન્ડિયાનું જે વિજય સરઘસ નિકળ્યું તેમાં રાજકારણ શરૂ થયું છે. નરીમાન પોઇન્ટથી વાનખેડે સ્ટેડીયમ સુધી જે બસમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સવાર હતા તે બસ ગુજરાતની છે. આ વાત રાજકારણીઓને ખબર પડતા વિરોધ શરૂ થયો છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું કે, 2007માં T-20 વર્લ્ડકપ જીતીને જ્યારે ટીમ ભારત આવેલી ત્યારે તેમનું BESTની બસમાં વિજય સરઘસ નિકળ્યુ હતું. આ વખતે ગુજરાતથી બસ મંગાવવાની કેમ જરૂર પડી? શું આ મહારાષ્ટ્રનું અપમાન નથી?
બસના માલિક અમદાવાદના હાર્દિક શાહ છે અને તેમણે 2011માં ડબલ ડેકર બસ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. તેમણે કહ્યું કે, આવી બસ આખા ભારતમાં કોઇની પાસે નથી. BCCI એ આ બસ માંગેલી. CSK સાથે તો 2014થી દરેક IPLમાં આ બસનો કોન્ટ્રાક્ટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp