AAPમાં બળવો કરી ભાજપમાં આવેલા કોર્પોરેટરનો બળાપો, મારા પર્સનલ કામ થતા નથી
સુરતના વોર્ડ નં-4ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમણે બળાપો કાઢ્યો છે કે આમ આદમી છોડીને ભાજપમાં આવ્યો, પરંતુ હવે મારા પર્સનલ કામ થતા નથી.
ધર્મેન્દ્ર વાવલિયાએ કહ્યુ કે, હું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરી જોઇને અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની મહેનત જોઇને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવ્યો હતો, પરંતુ હવે મારા વિસ્તારના કે મારા કોઇ પર્સનલ કામ થતા નથી.
વાવલિયાએ કહ્યું કે મારો એક ચેક રિટર્ન થયો જેના માટે મેં ઉમરા પોલીસ અનેક વખત ધક્કા ખાધા, હર્ષ સંઘવીને PAને કાગળિયા બતાવ્યા, પણ મારું કામ ન થયું. મારા પિતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા તેના ફંડ માટે મેં પાલિકામાં રજૂઆત કરી છતા મને પુરતું ફંડ ન મળ્યું, મારી દીકરીને વિદેશ જવા માટે લોન જોઇએ છે પણ કોઇ મદદ કરતું નથી.
ધર્મેન્દ્ર વાવલિયા જ્યારે AAPમાં હતા ત્યારે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડીને કહેતા હતા કે, અમને એક ચાન્સ આપો.
4 મહિના પહેલા વાવલિયાએ ચિમકી આપી હતી કે ભાજપ છોડી દઇશ અને કલાકો પછી પાછુ કહ્યું હતું કે, ગાંધીનગરથી મારી વાત માની લેવામાં આવી છે એટલે ભાજપ છોડવાનો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp