આ છે PM મોદીના ત્રીજા કાર્યકાળમાં પહેલીવાર મંત્રી બનેલા દેશના સૌથી અમીર સાંસદ

PC: khabarchhe.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં પહેલીવારના એક મંત્રી એવા છે જે દેશના સૌથી અમીર સાંસદ છે. તેમની સંપત્તિ 5000 કરોડથી પણ વધારે છે.

PM મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં નવા મંત્રીઓને તક મળી રહી છે, કારણકે ભાજપે સહયોગી પાટીઓ સાથે મળીને સરકાર બનાવવી પડી છે.ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી TDPના 2 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. એક કાકુલમ સીટના સાંસદ રામ મોહન નાયડુ જેમને કેબિનેટ મંત્રી બનાવાશે જ્યારે ગુંટુરના સાંસદ ચંદ્રશેખર પેમ્માસાનીને રાજ્ય મંત્રી બનાવાશે.

ચંદ્રશેખર પેમ્માસાની પહેલીવાર સાંસદ બન્યા અને હવે પહેલીવાર મંત્રી બની રહ્યા છે. તેમની કુલ સંપત્તિ 5705 કરોડ રૂપિયા છે. તેઓ ડોકટર છે અને યુવર્લ્ડના સ્થાપક છે, જે એક શૈક્ષણિક પ્લેટફોર્મ છે.ર્સ્પધાત્મત પરિક્ષાની તૈયારી કરેલા વિદ્યાર્થીઓને મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp