પહેલા તબક્કાના મતદાનના 11 દિવસ ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા, ટકાવારી વધી ગઈ

ભારતીય ચૂંટણી પંચે મંગળવારે પહેલા અને બીજા તબક્કાના ફાઇનલ આંકડા જાહેર કર્યા છે, જેમાં લગભગ પહેલાં તબક્કામાં 6 ટકા અને બીજા તબક્કામાં 5 ટકા મતદાન વધી ગયું છે. દેશના વિરોધ પક્ષોએ આ બાબતે હોબાળો મચાવ્યો છે કે પહેલા તબક્કાના 11 દિવસ પછી અને બીજા તબક્કાના 4 દિવસ પછી કેમ મતદાનના આંકડા જાહેર કરવામાં આવ્યા?

લોકસભા 2024ના પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું જેમાં 102 બેઠકો પર વોટિંગ થયું હતું જ્યારે બીજા તબક્કાનું મતદાન 88 બેઠકો પર 26 એપ્રિલે થયું હતું. વર્ષ 2019ના પહેલા તબક્કામાં થયેલા મતદાનની સરખામણીએ 4.4 ટકા ઓછું થયું છે અને 2019ના બીજા તબક્કાની સરખામણીએ આ વખતે 7 ટકા ઓછું મતદાન થયું છે. મતદાન ગરમીને કારણે ઘટી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp