26th January selfie contest

જસદણ ચૂંટણીઃ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ 7 દિવસમાં આટલો કર્યો પ્રચાર પાછળ ખર્ચ

PC: dnaindia.com

ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણીનો ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન બન્ને રાજકીય પક્ષોના ઉમેદવારોએ 7 દિવસમાં કરેલા ખર્ચના આંકડા જાહેર કર્યા છે. આ ઉપરાંત ભાજપે પણ ચૂંટણી પ્રચાર માટે કરેલો ખર્ચ જાહેર કર્યો છે.

જસદણ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારની કામગીરીની જવાબદારી 14 નેતાઓને સોંપી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેને પણ પ્રચારની કમાન સંભીળી છે. બન્ને રાજકીય પક્ષના ઉમેદવારો અને કાર્યકરો ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહ્યાં છે.

જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અંતિમ દિવસ સુધીમાં 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. હાલ ચૂંટણી મેદાનમાં 7 ઉમેદવારો વચ્ચે જંગ છે. આગામી 20મી ડિસેમ્બરે લગભગ 2.30 લાખ મતદારો મતદાન કરશે. હાલ તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારના વ્યસ્ત છે.

દર સપ્તાહે ચૂંટણી ખર્ચ જાહેર કરવાનો હોય છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ 1.15 લાખનો ખર્ચ કર્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ રૂ. 1.08 લાખનો ખર્ચ કર્યો છે. જ્યારે ભાજપાએ કુલ રૂ. 6.54 લાખના ખર્ચની જાહેરાત કરી છે. કોંગ્રેસે હજુ સુધી ખર્ચાની જાહેરાત કરી નથી. ચૂંટણી નોડેલ ઓફિસર દ્વારા ખર્ચની વિગતોનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવશે.

કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા જસદણની બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર ચૂંટણીની ચૂંટણી પંચે જાહેરાત કરી હતી. કોંગ્રેસ દ્વારા કોળી આગેવાન અવસર નાકિયાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપમાંથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ઉમેદવારી નોંધાવી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp