વકીલે અરજી કરી રાહુલનું સભ્યપદ રદ કરો, સુપ્રીમે ફરિયાદીને જ આટલો દંડ કરી દીધો

PC: twitter.com

માનહાનિ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને કરેલી સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી અને એ પછી રાહુલ ગાંધીને તેમનું સંસદ સભ્યપદ પાછું પણ મળી ગયું છે. પરંતુ  સુપ્રીમ કોર્ટના એક વકીલે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ વકીલની અરજી ફગાવી દીધી છે અને વકીલને 1 લાખ રૂપિયાનો દંડ ફટાકાર્યો છે.

 વર્ષ 2019માં કર્ણાટકમાં એક સભામાં રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપ્યું હતું કે બધા ચોરાની સરનેમ મોદી કેમ હોય છે. એ પછી સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો અને સુરતની કોર્ટે રાહુલને 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો. એના બીજા જ દિવસે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp